+ -

عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«ما مِنْ أيَّامٍ العمَلُ الصَّالِحُ فيها أحبُّ إلى اللهِ مِن هذه الأيام» يعني أيامَ العشر، قالوا: يا رسُولَ الله، ولا الجهادُ في سبيلِ الله؟ قال: «ولا الجهادُ في سبيلِ الله، إلا رجلٌ خَرَجَ بنفسِه ومالِه فلم يَرْجِعْ من ذلك بشيءٍ».

[صحيح] - [رواه البخاري وأبو داود، واللفظ له] - [سنن أبي داود: 2438]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ, સહાબાઓએ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ ! શું અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં? નબી ﷺ એ કહ્યું: અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું પણ નહીં, પરંતુ તે જિહાદ કરનાર, જે પોતાનો માલ અને જાન બંને સાથે અલ્લાહના માર્ગમાં નીકળ્યો અને પછી તે કંઈ પણ લીધા વગર પાછો ન આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, અને તેમના શબ્દો છે] - [સુનન્ અબી દાઉદ - 2438]

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે ઝિલ્ હિજ્જહ મહિનાની શરૂઆતના દસ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ અલ્લાહની નજીક બીજા અન્ય દિવસોમાં કરવામાં આવતા નેક અમલ કરતા વધુ શ્રેષ્ઠ છે.
સહાબાઓએ નબી ﷺ ને સવાલ કર્યો કે અન્ય દિવસોમાં કરવામાં આવતા જિહાદ કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે, ખાસ કરીને જિહાદનો ઉલ્લેખ એટલા માટે કે તે અમલ દરેક અમલ કરતાં વધારે મહત્વપૂર્ણ છે.
નબી ﷺ એ જવાબ આપ્યો હા, આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ જિહાદ જેવા મહાન અમલ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે, સિવાય તે જિહાદ કરનાર વ્યક્તિ, જે અલ્લાહના માર્ગમાં પોતાની જાન અને માલ લઈ નીકળ્યો, તો તેનો માલ પણ અલ્લાહના માર્ગમાં જતો રહ્યો અને તેની જાન પણ અલ્લાહના માર્ગમાં કુરબાન થઈ ગઈ, તે વ્યક્તિનો આ અમલ આ દસ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ કરતાં વધુ શ્રેષ્ઠ છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ દસ દિવસોમાં કરવામાં આવતા નેક અમલની મહત્ત્વતા, એક મુસલમાન માટે જરૂરી છે કે આ દિવસોનું મહત્વ જાણી, વધુમાં વધુ નકીઓના કામ કરે, અર્થાત્ સત્કાર્યો કરે, જેમકે અલ્લાહનો ઝિક્ર, કુરઆનની તિલાવત, તકબીર કહેવી, લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું, નમાઝ પઢવી, સદકો કરવો, રોઝા રાખવા જેવા દરેક નેક અમલ કરવા જોઈએ.