عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال:
«مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ، وَمَا زَادَ اللهُ عَبْدًا بِعَفْوٍ إِلَّا عِزًّا، وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلهِ إِلَّا رَفَعَهُ اللهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2588]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2588]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સદકો કરવાથી માલમાં ઘટાડો થતો નથી, પરંતુ તેના કારણે તે તમને આપત્તિઓથી સુરક્ષિત રાખે છે, અને અલ્લાહ તેને ભવ્ય બદલો આપી પાછું આપે છે અને સહેજ પણ ઘટાડો કરતો નથી.
બદલો લેવાની ક્ષમતા હોવા છતાંય માફ કરવાથી અલ્લાહ તઆલા તેની શક્તિ અને સન્માનમાં વધારો કરે છે.
અને જે કોઈ અલ્લાહ માટે આજીજી અપનાવશે, અલ્લાહ સિવાય કોઈનાથી ડરશે નહીં અને ન તો તેના સિવાય કોઈની પાસે માંગે છે, તો તેને બદલામાં તેને ઊંચા સ્થાન આપે છે.