عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6114]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું:
«શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6114]
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે સાચી શક્તિ શક્તિશાળી શરીરનું હોવું નથી, અથવા તે શક્તિશાળી નથી, જે લડાઈમાં બીજાને પછાડી દે, પરંતુ સાચી શક્તિ તો તે છે, જે ગુસ્સાના સમયે પોતાના નફસ પર મહેનત કરી તેના પર કાબુ મેળવી લે, કારણકે આ વસ્તુ તેને પોતાના નફસ પર નિયંત્રણ અને શેતાન પર વિજય મેળવવાની દલીલ છે.