عن أبي هريرة رضي الله عنه قال:
سُئِلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ أَكْثَرِ مَا يُدْخِلُ النَّاسَ الْجَنَّةَ، فَقَالَ: «تَقْوَى اللهِ وَحُسْنُ الْخُلُقِ»، وَسُئِلَ عَنْ أَكْثَرِ مَا يُدْخِلُ النَّاسَ النَّارَ فَقَالَ: «الْفَمُ وَالْفَرْجُ».
[حسن صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 2004]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».
[હસન સહીહ] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2004]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જન્નતમાં દાખલ થવાના સૌથી મોટો બે સ્ત્રોત છે, જે નીચે પ્રમાણે છે:
અલ્લાહનો તકવો અને સારા અખલાક.
અલ્લાહનો તકવો: તેણે આપેલ આદેશો પર અમલ કરવો અને તેણે રોકેલા કાર્યોથી બચી પોતાને અલ્લાહના અઝાબથી બચાવવું.
સારા અખલાક: ચહેરા ફેલાવવું અર્થાત્ ખુશ રહેવું, નેકી કરવી અને તકલીફ આપવાથી બચવું.
જહન્નમમાં દાખલ થતા સૌથી મોટા બે સ્ત્રોત:
જબાન અને ગુપ્તાગ.
જબાનને ગુનાહના કામોથી બચાવવામાં આવે અને તે જૂઠું બોલવું, ગિબત કરવી, ચાડી કરવી વગેરે.
ગૂંપ્તાગથી થતા ગુનાહ: વ્યભિચાર, લિવાતત અર્થાત્ હોમૉસેક્સ્યુલ્ (સમલૈંગિકતા).