عن عثمان بن عفان رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 245]
المزيــد ...
ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 245]
નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ વુઝૂની સુન્નતો અને અદબોનો ખ્યાલ કરતા વુઝૂ કરે તો તે ગુનોહ માફ થવાના સ્ત્રોત માંથી છે, અહીં સુધી કે હાથ અને પગના નખ નીચેથી પણ નીકળી જાય છે.