عن سَمُرَة بن جندبٍ رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2137]
المزيــد ...
સમુરહ બિન જુન્દુબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, આ શબ્દો માંથી તમે જે શબ્દ વડે શરૂઆત કરો કરી શકો છો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2137]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાની નજીક ચાર શબ્દો સૌથી શ્રેષ્ઠ છે:
સુબ્હાનલ્લાહિ: અલ્લાહ તઆલાને દરેક પ્રકારની ખામીઓથી પાક અને પવિત્ર સાબિત કરવો.
વલ્ હમ્દુ લિલ્લાહ : તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારથી સંપૂર્ણ જણાવવો, અલ્લાહથી મોહબ્બત રાખવી અને સન્માન કરવું.
વલા ઇલાહ ઇલ્લલ્લાહ: અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી.
અલ્લાહુ અકબર: અર્થ: અલ્લાહ સૌથી શક્તિશાળી, સૌથી મહાન અને ઉચ્ચ અને સર્વોચ્ચ છે.
આ શબ્દોની મહત્ત્વતા અને સવાબ પ્રાપ્ત કરવા માટે બોલતી વખતે ક્રમનો ખ્યાલ રાખવો જરૂરી નથી.