عن أبِي هُرَيرةَ رضي الله عنه أنَّ رسول الله صلى الله عليه وسلمَ قال:
«إذا قُلْتَ لِصَاحِبِكَ: أَنْصِتْ، يومَ الجمعةِ، والْإِمامُ يَخْطُبُ، فَقَدْ لَغَوْتَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 851]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 851]
નબી ﷺ એ કહ્યું કે જે લોકો જુમ્માના દિવસે ખુતબામાં હાજરી આપતા હોય તેમના માટે જરૂરી અદબ માંથી એક અદબ એ કે શાંતિપૂર્વક ખુતબો આપનારની વાત સાંભળે, જેથી તેમને શિખામણ પ્રાપ્ત થાય, અને એ કે જે કંઈ પણ બોલો, ભલેને તે સહેજ પણ હોય જેવું કે તમે કોઈને કહો કે ચૂપ રહે, અથવા સાંભળ, તો પણ તેણે પોતાની જુમ્માના દિવસની મહત્ત્વતા વ્યર્થ કરી દીધી.