عن عمران بن حصين رضي الله عنه قال: كَانَتْ بِي بَوَاسِيرُ، فَسَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الصَّلَاةِ، فَقَالَ:
«صَلِّ قَائِمًا، فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا، فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1117]
المزيــد ...
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને હરસની બીમારી હતી, તો મેં નબી ﷺ ને નમાઝ વિશે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું:
«ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1117]
નબી ﷺ જણાવી રહ્યા છે ખરેખર નમાઝ તો ઉભા રહીને જ પઢવામાં આવે, જો તમે ઉભા રહેવાની શક્તિ ન ધરાવતા હોય તો બેઠા બેઠા નમાઝ પઢી શકો છો, અને જો તે પણ શક્તિ ન ધરાવતા હોય તો પડખેથી નમાઝ પઢી શકો છો.