+ -

عن عبد الله بن عمرو رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«يقالُ لصاحبِ القرآن: اقرَأ وارتَقِ، ورتِّل كما كُنْتَ ترتِّل في الدُنيا، فإن منزِلَكَ عندَ آخرِ آية تقرؤها».

[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وأحمد] - [سنن أبي داود: 1464]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».

[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 1464]

સમજુતી

આપ ﷺ કુરઆનની તિલાવત કરનારને, તેના પર અમલ કરવાવાળાને, તેને હિફઝ અને તિલાવત કરવામાં કાયમ રહેનારને જ્યારે તે જન્નતમાં દાખલ થશે તો તેના માટે જણાવ્યું કે તેને કહેવામાં આવશે કે કુરઆન પઢતો રહે, અને જન્નતના દરજ્જા પર ચઢતો રહે, અને કુરઆન સારી રીતે રુકી રુકીને પઢજે જે પ્રમાણે દુનિયામાં તું તિલાવત કરતો હતો, ઉત્તમ અને સારી રીતે, શાંતિપૂર્વક અને જ્યાં તારી છેલ્લી આયત હશે તે જ તારી છેલ્લી મંજિલ હશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch اليونانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અમલનો બદલો અમલની સ્થિતિ અને નિયત પ્રમાણે આપવામાં આવે છે.
  2. કુરઆન મજીદ તેની તિલાવત કરવા તેમજ તેના પર અમલ કરવા પર, તેને યાદ કરવા અને તેમાં ચિંતન મનન કરવા અને ધ્યાન દોરવવા પર પ્રોત્સાહિત કર્યા છે.
  3. જન્નતમાં ઘણી મંજિલો અને દરજ્જા છે, કુરઆનની (તિલાવત કરનાર, અમલ કરનાર, યાદ કરવાવાળા) માટે ઉંચા દરજ્જા હશે.
વધુ