عن أبي مسعود الأنصاري رضي الله عنه قال:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنِّي أُبْدِعَ بِي فَاحْمِلْنِي، فَقَالَ: «مَا عِنْدِي»، فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ، أَنَا أَدُلُّهُ عَلَى مَنْ يَحْمِلُهُ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ دَلَّ عَلَى خَيْرٍ فَلَهُ مِثْلُ أَجْرِ فَاعِلِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1893]
المزيــد ...
અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારી સવારીનું જાનવર જતું રહ્યું છે,અર્થાત્ મને સવારીનો બંદોબસ્ત કરી આપો, તો નબી ﷺ એ કહ્યું: «મારી પાસે કોઈ સવારી નથી», આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તમને એવો વ્યક્તિ બતાવું છું, જે તેને સવારીનો બંદોબસ્ત કરી આપશે, તો નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1893]
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું કે મારી સવારી નષ્ટ થઈ ગઈ છે, મારા માટે સવારીનો બંદોબસ્ત કરી આપો અને મને સવારી આપો જેથી હું મંજિલ સુધી પહોંચી શકું, પરંતુ આપ ﷺ એ માફી માંગી કારણકે અને કહ્યું કે મારી પાસે કોઈ સવારી નથી, એક વ્યક્તિ ત્યાં હાજર હતો, તેણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! હું એક વ્યક્તિ વિષે જાણું છું, જે તેને સવારી આપી શકશે, આપ ﷺ એ કહ્યું કે તે તેના સવાબમાં બરાબર ભાગ મળશે, કારણકે તેણે એક જરૂરતમંદને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.