+ -

عن شداد بن أوس رضي الله عنه قال: ثِنْتَانِ حَفِظْتُهُمَا عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذَّبْحَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، فَلْيُرِحْ ذَبِيحَتَهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1955]
المزيــد ...

શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: બે વાતો એવી છે, જેને મેં નબી ﷺ પાસે થી યાદ રાખી છે, નબી ﷺ એ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, તમે કતલ કરો તો સારી રીતે કતલ કરો, જ્યારે તમે ઝબેહ કરો તો સારી રીતે ઝબેહ કરો, એવી રીતે કે જ્યારે તમે ઝબેહ કરો તો છરીને ધારદાર કરી દો, અને તમારા જાનવરને આરામ પહોંચાવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1955]

સમજુતી

નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, અહેસાન: હમેંશા અલ્લાહની નિગરાનીનો ખ્યાલ કરવો, ઈબાદતમાં, ભલાઈના કામો કરતા, લોકોને તકલીફ આપવાથી બચવામાં, કતલ અને ઝબેહ કરવામાં પણ અહેસાન એટલે કે નેકીનો સમાવેશ થાય છે.
જેથી કિસાસ રૂપે જ્યારે કતલ કરવામાં આવે તો ત્યાં એહસાન એ છે કે કતલ કરવાનો સૌથી સરળ અને હલકો અને જલ્દી જાન લેવા વાળો તરીકો અપનાવો જોઈએ.
કુરબાની વખતે જાનવરને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ જાનવર પર રહેમ કરી હથિયારને ધારદાર કરી લેવામાં આવે, અને તેને જાનવરની નજરો સમક્ષ ધારદાર કરવામાં ન આવે, અને બીજા જાનવરો સામે એવી રીતે ઝબેહ કરવામાં ન આવે કે તેઓ જોઈ રહ્યા હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. બંદાઓ પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહની દયા અને રહેમત કે તેણે મખલૂક (સર્જન) સાથે નમ્રતા કરવાનો આદેશ આપ્યો.
  2. કતલ અને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ એ કે બંને કામ શરીઅત પ્રમાણે કરવામાં આવે.
  3. શરીઅતની સપૂર્ણતા, જેમાં દરેક ભલાઈનો સમાવેશ થાય છે, એટલા માટે જ જાનવરો સાથે પણ દયા કરવાનો આદેશ આપે છે.
  4. માનવીનું કતલ કર્યા પછી તેના શરીરના અંગોને કાપવાથી આ હદીષમાં રોકવામાં આવ્યા છે.
  5. તે દરેક કામ હરામ છે જેના દ્વારા જાનવરોને ઇજા થાય.
વધુ