عَنْ أَبِي عَبْدِ الرَّحْمَنِ السُّلَمي رحمه الله قَالَ:
حَدَّثَنَا مَنْ كَانَ يُقْرِئُنَا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُمْ كَانُوا يَقْتَرِئُونَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَشْرَ آيَاتٍ، فَلَا يَأْخُذُونَ فِي الْعَشْرِ الْأُخْرَى حَتَّى يَعْلَمُوا مَا فِي هَذِهِ مِنَ الْعِلْمِ وَالْعَمَلِ، قَالُوا: فَعَلِمْنَا الْعِلْمَ وَالْعَمَلَ.
[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 23482]
المزيــد ...
અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું.
[હસન] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 23482]
સહાબા આપ ﷺ પાસેથી કુરઆન મજીદની દસ આયતો પઢતા અને શીખતાં હતા અને સહાબા ત્યાં સુધી બીજી દસ આયતો આપ ﷺ પાસેથી નહતા શીખતાં જ્યાં સુધી પહેલી દસ આયતો વિશે ઇલ્મ પ્રાપ્ત ન કરી લે અને તેના મુજબ અમલ ન કરી લે, એટલા માટે ઇલ્મ શીખો પરંતુ તેની સાથે અમલ પણ કરતા રહો.