عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ قَالَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ، حُطَّتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6405]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6405]
આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી દેવામાં આવે છે, ભલેને તેણે કેટલાય ગુનાહ કેમ ન કર્યા હોય, જેવા કે સમુદ્રના કિનારા પર તેના મોજા અને તેની લહેરો દ્વારા દેખાતી સફેદ ફીણ જેટલા પણ કેમ ન હોય.