عن أبي الدرداء رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ رَدَّ عَنْ عِرْضِ أَخِيهِ رَدَّ اللهُ عَنْ وَجْهِهِ النَّارَ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1931]
المزيــد ...
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 1931]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના મુસ્લિમ ભાઈની ગેરહાજરીમાં તેની ઇઝ્ઝત અને તેના માન સન્માનનો બચાવ કરે છે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેનાથી અઝાબને દૂર કરશે.