عَن عُمَرَ بنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ قال: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ؛ فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا: عَبْدُ اللهِ وَرَسُولُهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3445]
المزيــد ...
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 3445]
આ હદીષમાં નબી ﷺ એ પોતાની પ્રસંશા બાબતે વધારો ન કરવા અને શરીઅતના પ્રતિબંધોને તોડવાથી રોક્યા છે, કે નબી ﷺ ની પ્રસંશા અલ્લાહના ખાસ નામો અને ગુણો વડે કરવામાં આવે, અથવા એ કે નબી ﷺ ગેબની બાબતો જાણે છે, અથવા તેમને અલ્લાહની સાથે પોકારવામાં આવે છે, જેવુકે ઈસાઈઓએ ઇસા બિન મરયમ અલૈહિસ્ સલામ સાથે કર્યું. ફરી નબી ﷺ એ જણાવ્યું કે તેઓ તો ફક્ત અલ્લાહના બંદા છે અને સહાબાઓને આદેશ આપ્યો કે તેઓ ફકત તેમને અલ્લાહના બંદા અને રસૂલ કહે.