عن عبد الله بن عمر رضي الله عنهما قال:
سَمِعَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلًا يَعِظُ أَخَاهُ فِي الْحَيَاءِ، فَقَالَ: «الْحَيَاءُ مِنَ الْإِيمَانِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 36]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ એ એક વ્યક્તિને પોતાના ભાઈને હયા વિષે સમજાવતા સાંભળ્યું તો નબી ﷺ એ કહ્યું: « હયા ઈમાનનો એક ભાગ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 36]
નબી ﷺ એ એક વ્યક્તિ વિશે સાંભળ્યું કે જે પોતાના ભાઈને શિખામણ આપી રહ્યો હતો કે આટલી હયા કરવાનું છોડી દે ! આપ ﷺ એ જણાવ્યું કે હયા ઈમાનનો એક ભાગ છે અને હયાથી ફક્ત ભલાઈને પ્રાપ્ત થાય છે.
હયા એક ઉત્તમ આદત છે, જે સુંદર કાર્યો કરવાનું અને દુષ્ટ કાર્યોને છોડીવાની પ્રેરણા આને છે.