عن أنس بن مالك رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«يَسِّرُوا وَلَا تُعَسِّرُوا، وَبَشِّرُوا وَلَا تُنَفِّرُوا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 69]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 69]
નબી ﷺ એ આદેશ આપ્યો છે કે લોકો માટે દરેક દીન અથવા દુનિયાના કાર્યોમાં સરળતા, આસાનીનો માર્ગ અપનાવો અને સખતીનો માર્ગ ન અપનાવો, અને આ આદેશ અલ્લાહએ હલાલ કરેલી વસ્તુઓમાં અને શરીઅત હદમાં હોવો જોઈએ.
નબી ﷺ તાકીદ કરી રહ્યા છે કે લોકોને ખુશખબર આપનાર બનો અને નફરત ફેલાવનાર ન બનો.