عَنْ جَرِيرٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ يُحْرَمِ الرِّفْقَ يُحْرَمِ الْخَيْرَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2592]
المزيــد ...
જરીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2592]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દીન અને દુનિયાના કામમાં તૌફીક નથી મળતી, અને તે દરેક કામમાં ભલાઈથી વંચિત રહેશે, જે તે પોતાના માટે કરતો હોય અથવા અન્ય માટે.