عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رضي الله عنه:
أَنَّ رَسُولَ صَلَّى عَلَيْهِ وَسَلَّمَ أَخَذَ بِيَدِهِ، وَقَالَ: «يَا مُعَاذُ، وَاللَّهِ إِنِّي لَأُحِبُّكَ»، فَقَالَ: «أُوصِيكَ يَا مُعَاذُ لَا تَدَعَنَّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ تَقُولُ: اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِكَ».
[صحيح] - [رواه أبو داود والنسائي وأحمد] - [سنن أبي داود: 1522]
المزيــد ...
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અબી દાઉદ - 1522]
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ રઝી અલ્લાહુ અન્હુનો હાથ પકડ્યો અને કહ્યું: હે મુઆઝ, અલ્લાહની કસમ! હું તારાથી મોહબ્બત કરું છું, અને પછી કહ્યું: હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: ("અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવામાં તું મારી મદદ કર) અર્થાત્ હે અલ્લાહ! અનુસરણ કરવાથી તારી નિકટતા પ્રાપ્ત કરનારી દરેક વાતો અને કાર્યોમાં તને યાદ કરવાની તૌફીક આપ. ("વ શુક્રિક" તારો શુક્ર કરવા) અર્થાત્ નેઅમતોની પ્રાપ્તિ પર તેમજ સજાઓ દૂર થવા પર આભાર વ્યક્ત કરવાની તૌફીક આપ. "વ હુસ્નિ ઈબાદતિક" (અને સારી રીતે તારી ઈબાદત કરવામાં) અર્થાત્ નિખાલસતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ શ્રેષ્ઠ તરીકાથી અલ્લાહની ઈબાદત કરવામાં મારી મદદ કર.