عَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْيَهُودُ مَغْضُوبٌ عَلَيْهِمْ، وَالنَّصَارَى ضُلَّالٌ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2954]
المزيــد ...
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2954]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે યહૂદી કોમ તે છે, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો; કારણકે તેમણે સત્ય જાણી તેના પર અમલ ન કર્યો, અને નસ્રાનીઓ પથભ્રષ્ટ કોમ છે; કારણકે તેમણે ઇલમ વગર અમલ કર્યો.