+ -

عَنْ ‌أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ:
كَانَ أَهْلُ الْكِتَابِ يَقْرَؤُونَ التَّوْرَاةَ بِالْعِبْرَانِيَّةِ، وَيُفَسِّرُونَهَا بِالْعَرَبِيَّةِ لِأَهْلِ الْإِسْلَامِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا تُصَدِّقُوا أَهْلَ الْكِتَابِ وَلَا تُكَذِّبُوهُمْ، وَقُولُوا: {آمَنَّا بِاللهِ وَمَا أُنْزِلَ إِلَيْنَا} [البقرة: 136] الْآيَةَ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 4485]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
અહલે કિતાબ પોતે તૌરાતને ઇબ્રાની ભાષામાં પઢે છે અને મુસલમાનો માટે અરબી ભાષામાં તેની તફસીર (સમજૂતી) વર્ણન કરે છે, તેના પર અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: «અહલે કિતાબની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો પરંતુ આમ કહો: [અમે અલ્લાહ પર અને જે કંઈ પણ તેણે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા} [અલ્ બકરહ: ૧૩૬] આયત સુધી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 4485]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ એહલે કિતાબની કિતાબોમાં જે કંઈ છે, તેમની વાતોમાં આવી ધોખામાં પડી જવાથી સચેત કર્યા છે, નબી ﷺ ના સમયે યહૂદીઓ ઇબ્રાની ભાષામાં તૌરાત પઢતા હતા, જે તેમની મૂળ ભાષા હતી, અને તેની તફસીર (સમજૂતી) અરબી ભાષામાં કરતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો, કારણકે આ તે બાબતો માંથી જે સાચું હોવું અથવા જૂઠું હોવું ખબર નથી; એટલા માટે આદેશ આપવામાં આવ્યો કે તમે કહો કે અલ્લાહ એ કુરઆનમાં જે કંઈ ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા, અને તેમના પર જે કિતાબ ઉતારવામાં આવી છે તેના પર ઈમાન લાવ્યા, પરંતુ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે આપણે તે કિતાબો માંથી જે વાતો વર્ણન કરવામાં આવે છે તેની સત્યતા અથવા તેના જૂઠ હોવા પર ઇલ્મ પ્રપાત કરી શકીએ, જો આપણી શરીઅતમાં તે વિષે કોઈ પુષ્ટિ વર્ણન કરવામાં ન આવી હોય, એટલા માટે આપણે રુકી જવું જોઈએ, તરત જ તેમની વાતોની પુષ્ટિ ન કરવી જોઈએ, જેથી આપણો સમાવેશ તે લોકોમાં ન થઈ જાય જેઓ એ કિતાબમાં ફેરફાર કરી દીધો, અને ન તો જુઠલાવવું પણ જોઈએ, બની શકે છે તે વાત સાચી પણ હોય, અને આપણને જેનો આદેશ આપવામાં આવ્યો છે અને જેના પર ઈમાન લાવવાનું કહ્યું છે, તેનો ઇન્કાર કરનારા બની જઈશું, આપ ﷺ એ આપણને આ શબ્દો કહેવાનો આદેશ આપ્યો છે: {હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે} [અલ્ બકરહ: ૧૩૬].

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અહલે કિતાબની રિવાયતો ત્રણ પ્રકારની હોય છે: એક પ્રકાર જે કુરઆન અને હદીષ પ્રમાણે સત્ય હોય તો તેની પુષ્ટિ કરવામાં આવે, બીજો પ્રકાર જે કુરઆન અને હદીષ વિરુદ્ધ હોય જે ખોટું છે તો તેને જૂઠલાવવામાં આવે અને ત્રીજો પ્રકાર જેના વિષે કુરઆન અને હદીષમાં ન તો તેની પુષ્ટિ વર્ણન કરવામાં આવી હોય ન તો તેને જૂઠલાવવામાં આવી હોય; તો તેને વર્ણન કરવામાં આવશે પણ તેની પુષ્ટિ પણ કરવામાં નહીં આવે ન તો તેને જૂઠલાવવામાં આવશે.
વધુ