عن عقبة بن عامر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَحَقُّ الشُّرُوطِ أَنْ تُوفُوا بِهِ مَا اسْتَحْلَلْتُمْ بِهِ الْفُرُوجَ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે એક એવી શરત જે સૌથી વધારે પુરી કરવાનો હક ધરાવે છે, તે લગ્ન વખતે સ્ત્રીને હલાલ કરવા માટે કરીએ છીએ તે છે, આ તે જાઈઝ અને શરીઅત પ્રમાણે કરેલ શરતો છે, જે લગ્ન કરતી વખતે પત્ની સાથે કરવામાં આવે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તે શરતોને પુરી કરવી અનિવાર્ય છે, જે પતિ-પત્ની એકબીજા સાથે લગ્ન વખતે કરે છે, હા, તે શરતો પુરી કરવી જરૂરી નથી, જે હલાલને હરામ અથવા હરામને હલાલ કરતી હોય.
  2. નિકાહની શરતોને પૂર્ણ કરવી એ અન્ય શરતોને પૂર્ણ કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ગૂંપ્તાગને હલાલ કરે છે.
  3. ઇસ્લામમાં લગ્ન વખતે કરવામાં આવતી શરતોને પુરી કરવા બાબતે જે ભાર આપ્યો છે, તેનાથી તેની મહાનતા જાણવા મળે છે.