+ -

عَن عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ:
«مَنِ اسْتَطَاعَ البَاءَةَ فَلْيَتَزَوَّجْ، فَإِنَّهُ أَغَضُّ لِلْبَصَرِ، وَأَحْصَنُ لِلْفَرْجِ، وَمَنْ لَمْ يَسْتَطِعْ فَعَلَيْهِ بِالصَّوْمِ، فَإِنَّهُ لَهُ وِجَاءٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1905]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતા, તો તે સમયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1905]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે લોકોને જેઓ સમાગમ કરવાની અને શાદીના ખર્ચ ઉઠાવવાની શક્તિ ધરાવે છે, તેમને શાદી કરવાનો આદેશ આપ્યો છે, કારણકે શાદી તેમની નજરને હરામ દ્રશ્યોથી સુરક્ષિત રાખશે, અને તેમના ગુપ્તાંગની સુરક્ષા કરશે, અને તેને ખરાબ કૃત્યો (અર્થાત્ વ્યભિચાર) માં સપડાવવાથી બચાવશે, અને જે વ્યક્તિ શાદીના ખર્ચ ઉઠાવવા પર અસક્ષમ હોય, પરંતુ તે સમાગમ કરવની શક્તિ ધરાવતો હોય, તો તેણે રોઝા રાખવા જોઈએ, કારણકે રોઝો તેની સમાગમ કરવાની ઈચ્છાને ખતમ કરે છે અને વીર્યને ખરાબીથી રોકે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الصربية الرومانية Malagasy Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામ પવિત્રના દરેક સ્ત્રોતોને અપનાવવા અને અનૈતિકતાથી બચવાના દરેક સ્ત્રોતોને અપનાવવા પર ઉભારે છે.
  2. આ હદીષમાં જે વ્યક્તિ શાદીના ખર્ચ ઊઠવવા પર અસક્ષમ હોય, તેને રોઝા રાખવાનો આદેશ આપ્યો છે, જે તેની મનોકામનાને કમજોર કરી દેશે.
  3. રોઝાનું ઉદાહરણ (અરબીમાં વિજાઅ) કવચ શબ્દ દ્વારા આપવામાં આવ્યું; કારણકે વિજાઅનો અર્થ અંડકોષની નસોને કાપવાનો છે, જેના દ્વારા માનવીની મનોકામનાની ઈચ્છા ખતમ થઈ જાય છે, એવી જ રીતે રોઝો પણ મનોકામનાની ઈચ્છાને કમજોર કરી દે છે.
વધુ