عَنْ عُبَيْدِ اللَّهِ بْنِ مِحْصَنٍ الْأَنْصَارِيِّ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ أَصْبَحَ مِنْكُمْ مُعَافى فِي جَسَدِهِ، آمِنًا فِي سِرْبِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن ابن ماجه: 4141]
المزيــد ...
ઉબૈદુલ્લાહ બિન મિહ્સન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી જે વ્યક્તિ નીડરતાની સ્થિતિમાં સવાર કરે, શારીરિક રીતે સલામત હોય તેમજ એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે તેના માટે આખી દુનિયા ભેગી કરી દેવામાં આવી છે».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ ઈબ્ને માજા - 4141]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું જે વ્યક્તિ શારીરિક રીતે સાજો, સલામત અને કોઈ બીમારી વગર સવાર કરે, પોતે પોતાના ઘરવાળાઓ અને પોતાની પત્ની અને બાળકોના પ્રાણ પ્રત્યે નીડર હોય અને હલાલ રોજી માંથી એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે આખી દુનિયા તેને આપી દેવામાં આવી.