عن جَرِيْر بنِ عبدِ الله رضي الله عنه قال:
كُنَّا عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَظَرَ إِلَى الْقَمَرِ لَيْلَةً -يَعْنِي الْبَدْرَ- فَقَالَ: «إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ، لَا تُضَامُونَ فِي رُؤْيَتِهِ، فَإِنِ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا فَافْعَلُوا» ثُمَّ قَرَأَ: «{وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ}»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 554]
المزيــد ...
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
અમે નબી ﷺ પાસે હાજર હતા, નબી ﷺ એ એક રાત્રે ચંદ્ર તરફ જોયું, અર્થાત્ -ચૌદમી રાતનો ચાંદ હતો- અને કહ્યું: «ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય, જો તમે શક્તિ ધરાવતા હોવ તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીની નમાઝોમાં કચાસ ન રાખો, તેને જરૂર પઢો», ફરી નબી ﷺ આ આયત તિલાવત કરી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}»
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 554]
એક રાત્રે સહાબાઓ નબી ﷺ સાથે હાજર હતા, નબી ﷺ ચાંદ તરફ જોયું, ચૌદમી રાતનો ચાંદ હતો-, અને કહ્યું: નિઃશંક મોમિનો પોતાના પાલનહારને નરી આંખે જોશે, કોઈ સંકોચ વગર, ભીડભાડ નહીં હોય અને જ્યારે તેઓ અલ્લાહને જોશે તો કોઈ થાક અથવા તકલીફ નહીં પડે. પછી નબી ﷺ એ કહ્યું: જો તમારા માટે શક્ય હોય તો તમે ફજર અને અસરની નમાઝથી રોકવાવાળા કારણોથી બચી શકતા હોવ તો જરૂર બચો, અને તે બંને નમાઝોને તેના સમયે જમાઅત સાથે પઢો, કારણકે તે પણ અલ્લાહનો દીદાર થવાનું કારણ છે, ફરી નબી ﷺ એ આ આયત પઢી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}.