કેટેગરીઓ:
+ -

عَنْ أَبِي عَبْدِ الرَّحْمَنِ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
حَدَّثَنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ الصَّادِقُ المَصْدُوقُ: «إِنَّ أَحَدَكُمْ يُجْمَعُ خَلْقُهُ فِي بَطْنِ أُمِّهِ أَرْبَعِينَ يَوْمًا، ثُمَّ يَكُونُ عَلَقَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يَكُونُ مُضْغَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يُرْسَلُ إلَيْهِ المَلَكُ فَيَنْفُخُ فِيهِ الرُّوحَ، وَيُؤْمَرُ بِأَرْبَعِ كَلِمَاتٍ: بِكَتْبِ رِزْقِهِ، وَأَجَلِهِ، وَعَمَلِهِ، وَشَقِيٍّ أَوْ سَعِيدٍ؛ فَوَالَّذِي لَا إلَهَ غَيْرُهُ إنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الجَنَّةِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إلَّا ذِرَاعٌ فَيَسْبِقُ عَلَيْهِ الكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ فَيَدْخُلُهَا، وَإِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إلَّا ذِرَاعٌ، فَيَسْبِقُ عَلَيْهِ الكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الجَنَّةِ فَيَدْخُلُهَا».

[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 4]
المزيــد ...

અબૂ અબ્દુર રહમાન અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું, જેઓ સાચા લોકો માંથી ખૂબ જ સાચા છે: «તમારા દરેકના સર્જનનો પદાર્થ તેની માતાના ગર્ભમાં ચાલીસ દિવસ સુધી શુક્રાણુના રૂપમાં સંગ્રહિત કરવમાં આવે છે, પછી એટલા જ દિવસ તે ગંઠાઈ ગયેલા લોહીના સ્વરૂપમાં રહે છે, પછી એટલા જ દિવસો માંસના સ્વરૂપમાં રહે છે, પછી તેની તરફ ફરિશ્તાને મોકલવામાં આવે છે, જે તેમાં રુહ ફૂંકે છે, અને તેને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે: તેની રોજી, તેનો સમયગાળો, તેની ઉંમર અને તેનો અમલ, તે એ કે તે સદાચારી છે કે દુરાચારી, તે ઝાતના સોગંદ જેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તમારા માંથી કોઈ જન્નતમાં જવા જેવા કાર્યો કરતો રહે છે, અહીં સુધી કે તેના અને જન્નત દરમિયાન એક હાથનું જ અંતર રહી ગયું હોય છે, તો તેના વિશે તકદીરનું લખાણ જાહેર થાય છે અને તે જહન્નમના કાર્યો કરવા લાગે છે, છેવટે તે જહન્નમમાં દાખલ થઈ જાય છે, તમારા માંથી કોઈ જહન્નમમાં જવા જેવા કાર્યો કરતો રહે છે, અહીં સુધી કે તેના અને જહન્નમ દરમિયાન એક હાથનું જ અંતર રહી ગયું હોય છે, તો તેના વિશે તકદીરનું લખાણ જાહેર થાય છે અને તે જન્નતના કાર્યો કરવા લાગે છે, છેવટે તે જન્નતમાં દાખલ થઈ જાય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 4]

સમજુતી

ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: અમને નબી ﷺ એ આ વાત વર્ણન કરી જેઓ પોતાની વાતોમાં અત્યંત સાચા છે, અને જેમને અલ્લાહ તઆલા એ સાચા જણાવ્યા છે, નબી ﷺ એ કહ્યું: તમારા માંથી દરેક વ્યક્તિના જન્મનો આધાર તેની માતાના પેટમાં (એક વીર્યના ટીપના સ્વરૂપમાં) હોય છે, જ્યારે એક પોતાની પત્ની સાથે સંગમ કરે છે તો તેની વિખરાયેલું વીર્યનું પાણી સ્ત્રીના ગર્ભમાં ચાલીસ દિવસ માટે એકઠું કરવામાં આવે છે, પછી તેને એક લોહીનો લોથડો બનાવે છે અર્થાત્ ભેગું થયેલ લોહીનો જથ્થો, અને આ બીજો તબક્કો ચાલીસ દિવસનો હોય છે, પછી માંસનો એક ટુકડો બની જાય છે અર્થાત્ જે માંસનો એક ભાગ હોય છે, જેનું મૅપ એટલું જ હોય છે જેટલું કે ચવવામાં આવતું માંસ અને આ ત્રીજો તબક્કો પણ ચાલીસ દિવસનો હોય છે, ફરી ત્રીજા ચાળીસ દિવસના સમયગાળા પછી એક ફરિશ્તો મોકલવામાં આવે છે, જે તેનામાં રુહ ફૂંકે છે, તે ફરિશ્તાને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે, તેની રોજી, અર્થાત્ તે પોતાની ઉંમરમાં નેઅમતો માંથી કેટલી રોજી પ્રાપ્ત કરશે, તેનું મૃત્યુ, અર્થાત્ તેનો દુનિયામાં જીવિત રહેવાનો સમય, તેનો અમલ, અર્થાત્ તે શું કરશે? સદાચારી લોકો માંથી હશે કે દુરાચારી લોકો માંથી. પછી આપ ﷺ એ કસમ ખાઈને કહ્યું કે એક વ્યક્તિ જન્નતના લોકો જેવા અમલ કરતો રહે છે, તેનો અમલ નેક હોય છે, અર્થાત્ લોકોમાં તે સદાચારી હશે, અને એવી જ રીતે તેની અને જન્નતની વચ્ચે એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, બસ એટલું જ બાકી રહી ગયું હોય છે જેટલું ઝમીન પર એક હાથ જેટલી જગ્યા બાકી રહી ગઈ હોય, અચાનક તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે, જે પહેલાથી જ લખવામાં આવી છે, તે જહન્નમના લોકોનો અમલ કરે છે, તેનો અંત પણ તેમાં જ થાય છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે; એટલા માટે જ અમલ કબૂલ થવાની શરત છે કે તેના પર અડગ રહેવામાં આવે અને તેની બદલી નાખવામાં ન આવે, અને એવી જ રીતે અંત સુધી એક વ્યક્તિ જહન્નમના લોકોની જેમ અમલ કરતો રહે છે, બસ તેમાં દાખલ થવાની નજીક જ હોય છે, જેવું કે ઝમીન પર એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, તેની તકદીરમાં જે કંઈ પહેલાથી લખવામાં આવ્યું છે તે ગાલિબ આવી જાય છે તે જન્નતી લોકોનો અમલ કરતો થઈ જાય છે અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે.

હદીષથી મળતા ફાયદા

  1. માનવીના સર્જનના તબક્કાઓનું વર્ણન.
  2. તકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન.
  3. અંતમાં કાર્યોનું ઠેકાણું તે જ થશે જે તકદીરમાં પહેલા નિર્ણય થઈ ચૂક્યો છે, તકદીરની દરેક વાતો લાગુ થઈને જ રહેશે.
  4. પોતાના નેક અમલો જોઈ ધોખામાં રહેવાથી બચો: એટલા માટે કે કાર્યોનો આધાર તેના અંતિમ સ્થિતિ પર આધારિત છે.
  5. ____
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ