عَنْ أُمِّ المُؤْمِنِينَ أُمِّ عَبْدِ اللَّهِ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: قَالَ: رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّم:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: «مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ».
[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 5]
المزيــد ...
ઉમ્મુલ મુઅમિનીન ઉમ્મે અબ્દુલ્લાહ આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ અમારા આ દીનમાં કોઈ એવી વસ્તુ અવિષ્કાર કરશે, જે દીનનો ભાગ નથી, તો તે અમાન્ય અને અસ્વીકાર્ય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 5]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ દીનમાં નવી બાબત ઘડી, અથવા એવું કાર્ય કર્યું, જેના વિશે કુરઆન અને હદીષમાં કોઈ દલીલ નથી મળતી, તો તે વાત અથવા કાર્ય અલ્લાહ પાસે અમાન્ય ગણાશે.