عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«المُسْلِمُ مَنْ سَلِمَ المُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ، وَالمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللَّهُ عَنْهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ:
«મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે એક મુસલમાનનો સંપૂર્ણ ઇસ્લામ તે છે, તેની જુબાન દ્વારા બીજો મુસલમાન સુરક્ષિત રહે, ન તો તે તેને ગાળો આપે, ન તો તેને મહેણાં ટોળાં મારે, ન તો તેની ગિબત કરે છે, અને ન તો એવા કોઈ પ્રયત્નો કરે, જેનાથી જબાન વડે બીજાને ઇજા પહોંચે, એવી જ રીતે તેના હાથથી પણ સુરક્ષિત રહે, ન તો તે તેમના પર હુમલો કરે, ન તો અયોગ્ય રીતે તેનો માલ લે, વગેરે જેવા કાર્યો, અને મુહાજિર તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુઓ છોડી દે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સંપૂણ ઇસ્લામ તે છે કે બીજાને ઇજા પહોંચાડવામાં ન આવે, ભલે તે વાસ્તવિક રીતે તકલીફ હોય કે ભૌતિક હોય.
  2. આ હદીષમાં જબાન અને હાથને એટલા માટે ખાસ કરવામાં આવ્યું કે તેના દ્વારા જ દરેક પ્રકારની બુરાઈઓ અને ગુનાહો ઉત્તપન્ન થતાં હોય છે.
  3. આ હદીષમાં ગુનાહો છોડવા અને અલ્લાહએ આપેલ આદેશોનું પાલન કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  4. સૌથી શ્રેષ્ઠ મુસલમાન તે છે, જે અલ્લાહના અધિકારો પુરા પાડે અને બંદાઓના અધિકારો પણ પૂરા પાડે.
  5. હુમલો જબાન વડે પણ હોય શકે છે અને હાથ વડે પણ હોય શકે છે.
  6. સંપૂર્ણ હિજરત તે છે કે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દેવામાં આવે.
વધુ