عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِيَّاكُمْ وَالدُّخُولَ عَلَى النِّسَاءِ» فَقَالَ رَجُلٌ مِنَ الأَنْصَارِ: يَا رَسُولَ اللَّهِ، أَفَرَأَيْتَ الحَمْوَ؟ قَالَ: «الحَمْوُ المَوْتُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5232]
المزيــد ...
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! દેવર વિશે શું હુકમ છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેવર તો મોત છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5232]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજાણી સ્ત્રીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું: તમે અજાણી સ્ત્રીઓથી બચો કે તમે તેમની પાસે જાઓ, અને સ્ત્રીઓ પણ અજાણ પુરુષ પાસે દાખલ થવાથી બચે.
અન્સારી સહાબી માંથી એક સહાબીએ સવાલ કર્યો: પતિના સગા સંબંધીઓ વિશે શું આદેશ આપો છો; પતિનો ભાઈ તેના છોકરાઓ, કાકા અને તેના છોકરો, ભાણિયા, અને અન્ય તે લોકો જેની સાથે તે લગ્ન કરી શકતી હોય?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: એવી રીતે બચો જેવી રીતે તમે મૌતથી બચો છો! કારણકે દેવર સાથે એકાંતમાં રહેવું, ફિતનાનું કારણ અને દીનમાં નષ્ટતાનું કારણ છે, સસરા અને પોતાના દીકરાઓ સિવાય નજીકના સંબંધીઓથી અજાણ પુરુષ કરતા પણ વધારે સચેત રહેવું જોઈએ; કારણકે પતિના સંબંધીઓ સાથે એકાંતમાં મળવું અન્ય લોકો કરતા વધુ સરળ હોય છે, અને બુરાઈ અને ગુનોહ થવાની પુરી સંભાવના હોય છે, જેથી ફિતનામાં પડી શકે છે; કારણકે તેમની વચ્ચે રોકટોક વગર એકાંતનો માહોલ હોય છે, અને તે જરૂરી છે, અને તેને રોકવું શક્ય નથી, કારણ કે તેમાં નરમ રહેવાનો રિવાજ છે, તેથી તે માણસ તેના ભાઈની પત્ની સાથે એકલો છે; તે કુરૂપતા અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં મૃત્યુની માફક છે, એક અજાણ પુરુષ વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી છે કે તેનથી સચેત રહેવામાં આવે.