+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَدْعُو بِهَؤُلَاءِ الْكَلِمَاتِ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ الدَّيْنِ، وَغَلَبَةِ الْعَدُوِّ، وَشَمَاتَةِ الْأَعْدَاءِ».

[صحيح] - [رواه النسائي وأحمد] - [سنن النسائي: 5475]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા:
«અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ નિસાઈ - 5475]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નીચે વર્ણવેલ વસ્તુઓથી અલ્લાહની પનાહ માંગી છે:
પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ ! હું પનાહ માંગુ છું) તારા શરણમાં આવું છું અને તારી પનાહમાં આવું છું, "બિક" તારા સિવાય કોઈની પાસે હું આશરો માંગતો નથી, "મિન્ ગલબતિત્ દીનિ" (દેવામાં ફસાઈ જવાથી) તેની તકલીફમાં અને મુસીબતમાં, અને હું દેવું અદા કરવા માટે તારી મદદનો સવાલ કરું છું.
બીજી: વ ગલબતિલ્ અદુવ્વિ" (દુશ્મનોના મારા પર હાવી થઈ જવાથી) તેમનો જોર, જુલમ કરવાથી, અને હું દુશ્મનના નુકસાનથી દૂરીનો સવાલ કરું છું, તેમજ તેના વિરુદ્ધ તારી પાસે મદદ માંગુ કરું છું.
ત્રીજી: "વશમાતતિલ્ અઅદાઅ" (દુશ્મનોના મારા પર હસવાથી) મુસલમાનો પર આવનારી મુસીબત અને આફત પર તેમના ખુશ થવાથી હું તારી પનાહમાં આવું છું.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તે દરેક વસ્તુથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ, જે આપણને તેના અનુસરણથી દૂર કરતી હોય, તેમજ દુઃખ અને ચિંતાનું કારણ બનતી હોય, જેમ કે દેવું, વગેરે.
  2. દેવું લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ વાંધો ત્યારે થશે, જ્યારે તે દેવું ચૂકવી ન શકે, અને આ જ દેવાને હાવી થવું છે.
  3. માનવીએ એવા કામોથી બચવું જોઈએ, જેના કારણે તેના પર આરોપ લગાવવામાં આવે, તેમજ તેને ખરાબ વ્યક્તિ કહેવામાં આવે.
  4. મોમિનો સાથે કાફિરોની નફરત, ખાસ કરીને જ્યારે મોમિનો પર આપત્તિ અને મુસીબત આવે તો તેમનું હસવું.
  5. માનવી પર જ્યારે મુસીબત આવે ત્યારે તેના દુશ્મનોનું હસવું માનવીની તકલીફમાં વધારો કરે છે.
વધુ