+ -

عَنْ مَالِكِ بْنِ أَوْسِ بْنِ الْحَدَثَانِ أَنَّهُ قَالَ: أَقْبَلْتُ أَقُولُ مَنْ يَصْطَرِفُ الدَّرَاهِمَ؟ فَقَالَ طَلْحَةُ بْنُ عُبَيْدِ اللهِ وَهُوَ عِنْدَ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنهما: أَرِنَا ذَهَبَكَ، ثُمَّ ائْتِنَا، إِذَا جَاءَ خَادِمُنَا، نُعْطِكَ وَرِقَكَ، فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: كَلَّا، وَاللهِ لَتُعْطِيَنَّهُ وَرِقَهُ، أَوْ لَتَرُدَّنَّ إِلَيْهِ ذَهَبَهُ، فَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْوَرِقُ بِالذَّهَبِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالْبُرُّ بِالْبُرِّ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالشَّعِيرُ بِالشَّعِيرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالتَّمْرُ بِالتَّمْرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1586]
المزيــد ...

માલિક બિન ઓસ બિન હસષાન રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું લોકો વચ્ચે કહેતો આયો કે સોનાના બદલામાં દિરહમ કોણ બદલી આપશે? તો તલ્હા બિન ઉબૈદુલ્લાહએ કહ્યું: અને તેમની વચ્ચે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, તમારું સોનુ બતાવો, થોડીક વાર પછી અમારી પાસે આવજો જ્યારે અમારો સેવક આવી જશે, તો અમે તમને ચાંદીના દિરહમ આપી દઈશું, ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાપિ નહીં, અલ્લાહની કસમ ! યા તો તમે એમને ચાંદી આપો અથવા તમે તેમને સોનુ આપો, એટલા માટે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1586]

સમજુતી

તાબઇ માલિક બિન ઓસ પાસે સોનાના દિરહમ હતા અને તેઓ તેને ચાંદીના સિક્કા વડે બદલવા માગતા હતા, તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમારા સોનાના દિરહમ અમને જોવા માટે આપો, જ્યારે તેઓએ દિરહમ જોયા પછી તેમને ખાતરી થઈ ગઇ, તો તેમણે કહ્યું કે થોડી વારમાં મારો સેવક આવે છે તો હું તમને આ સોનાના બદલામાં ચાંદી બદલી આપું છું, આ મજલિસમાં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હાજર હતા, તેમણે આ પ્રમાણેનો સોદો કરવાથી રોક્યા, તેમણે તલ્હા માટે કસમ ખાધી અને કહ્યું: હમણાં જ ચાંદી પાછું લઈ લો અથવા તેને તેનું સોનુ પાછું આપી દો, અને તેનું કારણ વર્ણન કયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાંદીનો વેપાર સોના વડે અથવા સોનાના વેપાર ચાંદી વડે બન્ને સરખું તરત જ બરાબર બરાબર બદલી લેવામાં આવે, એ વગર કોઈ પણ પ્રકારનો સોદો થશે તો વ્યાજ ગણવામાં આવશે જો કે તે હરામ છે, અને વેપાર પણ બાતેલ ગણાશે, એટલા માટે તમે ચાંદીના બદલામાં સોનુ અથવા સોનાના બદલામાં ચાંદીનો વેપાર ન કરો, જો કે હાથો હાથ એક જ મજલીસમાં તરત જ બરાબર બરાબર વેપાર કરવામાં વાંધો નથી, એવી જ રીતે ઘઉંના બદલે ઘઉં, જુવારીના બદલે જુવાર અને ખજૂરના બદલામાં ખજૂરનો વેપાર જાઈઝ નથી પરંતુ જો બરાબર બરાબર બદલવું પડે, વજનમાં બન્ને સરખું હોવું જોઈએ, અને સોદો તરત જ હોવો જોઈએ, બન્નેમાં વિલંબ કરવો જાઈઝ નથી, અને કબજો લેતા પહેલા બન્નેએ અલગ ન થવું જોઈએ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પાંચ અલગ અલગ પ્રકાર વર્ણન કર્યા છે: સોનુ, ચાંદી, ઘઉં, જુવાર અને ખજૂર, જો આ પ્રકાર માંથી કોઈનો વેપાર કરવો હોય, તો બે શરતો પ્રમાણે વેપાર થઈ શકશે: જે મજલિસમાં સોદો થાય તે જ મજલિસમાં બદલવું જોઈએ, અને વજનમાં સોનાના બદલે સોનુ બરાબર હોવું જોઈએ, જો આ પ્રમાણે સોદો નહીં થાય, તો રીબલ્ ફઝલ એટલે કે વધારાનું વ્યાજ ગણવામાં આવશે, અને જો પ્રકાર બદલાય જાય, જેવું કે ઘઉંના બદલામાં ચાંદી, તો એક શરત પુરી કરવી જરૂરી છે કે સોદો કરતી વખતે કિંમત નક્કી કરી લેવી, જો આ પ્રમાણે નહીં હોય તો રિબન્ નસીઅહ (વધારાનું વ્યાજ જે નકદ અથવા કરજ પ્રાપ્ત કરવા માટે વધારવામાં આવે)ગણવામાં આવશે.
  2. એક મજલિસનો અર્થ એ કે જે જગ્યાએ વેપાર થતો હોય એ જગ્યા, તમે બેઠા બેઠા કરતા હોવ, ચાલતા ચાલતા કે સવારી કરતા કરતા, અને જુદાઈનો અર્થ સામાન્ય રીતે આપણે જેને અલગ થવું કહેતા હોય તે છે.
  3. આ હદીષમાં સોનાના દરેક પ્રકારનો સમાવેશ થાય છે, ગ્રીલ્ડ કરેલું હોય કે સિક્કા હોય એવી જ રીતે ચાંદી પણ, ચાંદીના પણ દરેક પ્રકાર શામેલ છે, ગ્રીલ્ડ કરેલું હોય કે સિક્કા સ્વરૂપે હોય.
  4. આજે જે ચલણને બદલવું હોય, જેમકે તમે સોનાના બદલામાં ચાંદી બદલવા ઇચ્છતા હોય અથવા એક ચલણના બદલામાં બીજું ચલણ લેવા ઇચ્છતા હોવ જેમકે દિરહમના બદલામાં રિયાલ, તો આ પ્રકારનો વેપાર કરવો જાઈઝ છે, પરંતુ તેમાં શરત એ છે તે વેપાર એક જ મજલિસમાં પૂર્ણ થાય, અને બંને તેનાથી રાજી હોય, અન્યથા તે સોદો અમાન્ય થઈ જશે અને તેણે હરામ વ્યાજ ગણવામાં આવશે.
  5. વ્યાજ પર લેવણદેવણ યોગ્ય નથી અને તે બાતેલ ગણવામાં આવશે, ભલેને બન્ને પક્ષ રાજી હોય; કારણકે ઇસ્લામ માનવીની અને સમાજની સુરક્ષા કરે છે, ભલેને કોઈ આપતું હોય.
  6. બુરાઇને રોકવી અને જે શક્તિ ધરાવતો હોય તે જરૂર બુરાઈને રોકે.
  7. ગુનાહનો ઉલ્લેખ કરતી વખતે દલીલ ઝિક્ર કરવી જોઈએ જેમકે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કરી.
વધુ