عن قيس بن عاصم رضي الله عنه قال:
أتيتُ النبيَّ صلى الله عليه وسلم أُريدُ الإسلامَ، فأَمَرَني أن أغتَسِلَ بماءٍ وسِدرٍ.
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن أبي داود: 355]
المزيــد ...
કૈસ બિન આસિમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 355]
કૈસ બિન આસિમ ઇસ્લામ કબૂલ કરવાના હેતુથી નબી પાસે આવ્યા, તો નબી ﷺ એ તેમને પાણી વડે અને બોરીમાં પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો; કારણકે તેના પાંદડા સફાઈ માટે વપરાય છે અને તેમાંથી સુંગધ પણ આવતી હોય છે.