عن أبي هريرة رضي الله عنه قال:
لَعَنَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الرَّاشِيَ وَالْمُرْتَشِيَ فِي الْحُكْمِ.
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1336]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 1336]
નબી ﷺ એ લાંચ આપનાર અને લાંચ લેનાર બંને માટે અલ્લાહની દયા અને કૃપાથી દુરીની બદ્ દુઆ કરી છે.
પરંતુ હદીસમાં તેનો ઉલ્લેખ નિર્ણય આપવા સાથે ખાસ કરવામાં આવ્યો છે, કારણ કે નિર્ણયને પ્રભાવિત કરવા માટે લાંચ આપવી એ એક મોટું પાપ છે, જે શરિઅતના હુકમને તોડી પાડવાના ઘૃણાસ્પદ કૃત્યને જરૂરી બનાવે છે.