عَنْ جَرِيرِ بْنِ عَبْدِ اللهِ رَضيَ اللهُ عنه قَالَ:
سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ نَظَرِ الْفُجَاءَةِ فَأَمَرَنِي أَنْ أَصْرِفَ بَصَرِي.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2159]
المزيــد ...
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2159]
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અજાણી સ્ત્રી પર અચાનક કોઈ કારણ વગર નજર પડી જાય તે વિશે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે તરત જ ચહેરો બીજી બાજુ કરી દેવામાં આવે, અને તરત જ નજર હટાવી લેવામાં આવે, જો તે આવું કરશે તો તેના પર કોઈ ગુનો નથી.