+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ الْإِيمَانَ لَيَخْلَقُ فِي جَوْفِ أَحَدِكُمْ كَمَا يَخْلَقُ الثَّوْبُ الْخَلِقُ، فَاسْأَلُوا اللَّهَ أَنْ يُجَدِّدَ الْإِيمَانَ فِي قُلُوبِكُمْ».

[صحيح] - [رواه الحاكم والطبراني] - [المستدرك على الصحيحين: 5]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ મા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [અલ્ મુસ્તદરક અલસ-સહીહૈન - 5]

સમજુતી

આપ ﷺ જણાવ છે કે ઈમાન પણ મુસલમાનના દિલમાં જૂનું અને કમજોર થઈ જાય છે, જેવી રીતે કે એક નવા કપડાંના વારંવાર ઉપયોગથી તે જૂનું અને નબળું પડી જાય છે; તેનું કારણ એ છે કે માનવી ઈબાદતમાં આળસ કરવા લાગે છે, અથવા ગુનાહો કરે છે અને મનેચ્છાઓમાં મગન રહેછે. આપ ﷺ એ માર્ગદર્શન આપ્યું કે પોતાના ઈમાનના નવીકરણ માટે અલ્લાહ પાસે દુઆ કરતા રહો, તેમજ પોતાના ઈમાનને વધારે નમાઝ પઢી વધુ ઝીકર વડે અને ઇસ્તિગફાર કરી વધારો કરવો જોઈએ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં ઈમાનના નવીકરણ અને તેના પર અડગ રહેવા માટે દુવા કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. ઈમાન, કોલ (જબાન વડે કહેવુ) અમલ કરવા અને દિલમાં માનવાનું નામ છે, અને તે અનુસરણ કરવાથી વધે છે તેમજ ગુનાહ કરવાથી ઘટે છે.
વધુ