عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«كُلُّ أُمَّتِي مُعَافًى إِلَّا المُجَاهِرِينَ، وَإِنَّ مِنَ المُجَاهَرَةِ أَنْ يَعْمَلَ الرَّجُلُ بِاللَّيْلِ عَمَلًا، ثُمَّ يُصْبِحَ وَقَدْ سَتَرَهُ اللَّهُ عَلَيْهِ، فَيَقُولَ: يَا فُلاَنُ، عَمِلْتُ البَارِحَةَ كَذَا وَكَذَا، وَقَدْ بَاتَ يَسْتُرُهُ رَبُّهُ، وَيُصْبِحُ يَكْشِفُ سِتْرَ اللَّهِ عَنْهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6069]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા:
«મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6069]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ગુનાહ કરનાર મુસલમાન અલ્લાહની માફી અને તેની મગફિરતને પાત્ર છે, સિવાય જે લોકો અહમ અને ઘમંડ કરતા ગુનાહ કરતા હોય, તે માફીને પાત્ર નથી, એવી રીતે કે રાત્રે ગુનોહ કરે, અને પછી તે એ સ્થિતિમાં સવાર કરે છે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી દીધો છે, તો પણ તે પોતાના ગુનાહ બીજા વ્યક્તિને કહે છે કે મેં ગઈકાલ રાત્રે આ ગુનોહ કર્યો છે, જો કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાત પસાર કરાવી, અને સવારે તેણે પોતે જ તે ગુનાહને જાહેર કરી દે છે!!