عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا، غُفِرَ لَهُ ذَنْبُهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 386]
المزيــد ...
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 386]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિન અઝાન સાંભળી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી), અર્થાત્: તે તે વાતનો એકરાર કરે છે અને સ્વીકારે છે અને જણાવે છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેના સિવાયના દરેક ઇલાહ ખોટા છે, "વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ" (અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે), અર્થાત્: નબી ﷺ અલ્લાહના એક બંદા છે, તેમની ઈબાદત કરવામાં નથી આવતી, અને તે એક પયગંબર છે, જે જૂઠ્ઠુ નથી બોલતા, "રઝીતુ બિલ્લાહી રબ્બન" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી) અર્થાત્: અલ્લાહની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (ઇલાહ હોવામાં) અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં). "વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અને મુહમ્મદ ﷺ ના નબી હોવાથી) અર્થાત્: તે દરેક વસ્તુ સાથે જેની સાથે તેમને મોકલવામાં આવ્યા, અને જે તેમણે આપણાં સુધી પહોંચાડ્યું, "વ વબિલ્ ઇસ્લામિ" (અને ઇસ્લામથી) અર્થાત્: ઇસ્લામના દરેક આદેશોથી, "દીના" (દીન હોવા પર) અર્થાત્: અકીદો અને માન્યતાથી, "તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે" અર્થાત્: નાના ગુનાહો માંથી.