عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَدْخُلُونَ الْجَنَّةَ حَتَّى تُؤْمِنُوا، وَلَا تُؤْمِنُوا حَتَّى تَحَابُّوا، أَوَلَا أَدُلُّكُمْ عَلَى شَيْءٍ إِذَا فَعَلْتُمُوهُ تَحَابَبْتُمْ؟ أَفْشُوا السَّلَامَ بَيْنَكُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 54]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 54]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સિવાય અન્ય કોઈ વ્યક્તિ જન્નતમાં દાખલ નહીં થાય, અને ત્યાં સુધી ઈમાન સંપૂર્ણ નહીં ગણાય, અને ત્યાં સુધી સમાજમાં સુધારો નહીં આવે જ્યાં સુધી દરેકે દરેક એકબીજા સાથે મોહબ્બત ન કરે. ફરી નબી ﷺ એ મહત્વપૂર્ણ કાર્યનું વર્ણન કર્યું જેના વડે મોહબ્બત ઉત્પન્ન થઈ શકે છે, અને તે મુસલમાનો વચ્ચે સલામ ફેલાવવું છે, જેને અલ્લાહ તઆલાએ બંદાઓ માટે ભેટ બનાવી છે.