عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ عَالَ جَارِيَتَيْنِ حَتَّى تَبْلُغَا جَاءَ يَوْمَ الْقِيَامَةِ أَنَا وَهُوَ» وَضَمَّ أَصَابِعَهُ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2631]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2631]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ બે છોકરીઓ અથવા બે બહેનોનું ભરપોષણ કરશે, તેમની સારી રીતે તરબિયત કરશે અને તેમને નેકીનું માર્ગદર્શન આપશે, અને બુરાઈથી સચેત કરશે, અહીં સુધી કે તે પુખ્તવય સુધી પહોંચી જાય; તો કયામતના દિવસે તે વ્યક્તિ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંને પહેલી અને બીજી આંગણીઓની માફક ભેગા આવશે.