عَنْ مَيْمُونَةُ أُمِّ المؤمِنينَ رضي الله عنها قَالتْ:
وَضَعْتُ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ غُسْلًا، فَسَتَرْتُهُ بِثَوْبٍ، وَصَبَّ عَلَى يَدَيْهِ، فَغَسَلَهُمَا، ثُمَّ صَبَّ بِيَمِينِهِ عَلَى شِمَالِهِ، فَغَسَلَ فَرْجَهُ، فَضَرَبَ بِيَدِهِ الأَرْضَ، فَمَسَحَهَا، ثُمَّ غَسَلَهَا، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ، وَغَسَلَ وَجْهَهُ وَذِرَاعَيْهِ، ثُمَّ صَبَّ عَلَى رَأْسِهِ وَأَفَاضَ عَلَى جَسَدِهِ، ثُمَّ تَنَحَّى، فَغَسَلَ قَدَمَيْهِ، فَنَاوَلْتُهُ ثَوْبًا فَلَمْ يَأْخُذْهُ، فَانْطَلَقَ وَهُوَ يَنْفُضُ يَدَيْهِ.
المزيد
ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનું પાણી મૂક્યું, અને કપડાં વડે પડદો કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના હાથ પણ પાણી નાખી તેને ધોયા, ફરી પોતાના જમણા હાથ વડે ડાબા હાથમાં પાણી નાખી પોતાના ગુપ્તાંગને સાફ કર્યા, ફરી પોતાના હાથને જમીન પર માર્યા અને ઘસ્યા, ફરી તેને ધોયા, ફરી કોગળા કર્યા, અને નાક સાફ કર્યું, ફરી પોતાના ચહેરો ધોયો અને પોતાના હાથ કોળી સુધી ધોયા, ફરી પોતાના માથા અને સંપૂર્ણ શરીર પણ પાણી નાખ્યું, ફરી સ્નાન કરવાની જગ્યાએથી દૂર થઈ ઊભા થયા અને પોતાના બંને પગ ધોયા, ફરી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે એક કપડું લઈને આવી, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે કપડું ન લીધું અને પોતાના હાથ વડે પાણી સાફ કરવા લાગ્યા.