عَنْ صُهَيْبٍ رَضيَ اللهُ عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
"كَانَ مَلِكٌ فِيمَنْ كَانَ قَبْلَكُمْ، وَكَانَ لَهُ سَاحِرٌ، فَلَمَّا كَبِرَ، قَالَ لِلْمَلِكِ: إِنِّي قَدْ كَبِرْتُ، فَابْعَثْ إِلَيَّ غُلَامًا أُعَلِّمْهُ السِّحْرَ، فَبَعَثَ إِلَيْهِ غُلَامًا يُعَلِّمُهُ، فَكَانَ فِي طَرِيقِهِ إِذَا سَلَكَ رَاهِبٌ فَقَعَدَ إِلَيْهِ وَسَمِعَ كَلَامَهُ، فَأَعْجَبَهُ، فَكَانَ إِذَا أَتَى السَّاحِرَ مَرَّ بِالرَّاهِبِ وَقَعَدَ إِلَيْهِ، فَإِذَا أَتَى السَّاحِرَ ضَرَبَهُ، فَشَكَا ذَلِكَ إِلَى الرَّاهِبِ، فَقَالَ: إِذَا خَشِيتَ السَّاحِرَ، فَقُلْ: حَبَسَنِي أَهْلِي، وَإِذَا خَشِيتَ أَهْلَكَ فَقُلْ: حَبَسَنِي السَّاحِرُ، فَبَيْنَمَا هُوَ كَذَلِكَ إِذْ أَتَى عَلَى دَابَّةٍ عَظِيمَةٍ قَدْ حَبَسَتِ النَّاسَ، فَقَالَ: الْيَوْمَ أَعْلَمُ آلسَّاحِرُ أَفْضَلُ أَمِ الرَّاهِبُ أَفْضَلُ؟ فَأَخَذَ حَجَرًا، فَقَالَ: اللهُمَّ إِنْ كَانَ أَمْرُ الرَّاهِبِ أَحَبَّ إِلَيْكَ مِنْ أَمْرِ السَّاحِرِ فَاقْتُلْ هَذِهِ الدَّابَّةَ، حَتَّى يَمْضِيَ النَّاسُ، فَرَمَاهَا فَقَتَلَهَا، وَمَضَى النَّاسُ، فَأَتَى الرَّاهِبَ فَأَخْبَرَهُ، فَقَالَ لَهُ الرَّاهِبُ: أَيْ بُنَيَّ أَنْتَ الْيَوْمَ أَفْضَلُ مِنِّي، قَدْ بَلَغَ مِنْ أَمْرِكَ مَا أَرَى، وَإِنَّكَ سَتُبْتَلَى، فَإِنِ ابْتُلِيتَ فَلَا تَدُلَّ عَلَيَّ، وَكَانَ الْغُلَامُ يُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ، وَيُدَاوِي النَّاسَ مِنْ سَائِرِ الْأَدْوَاءِ، فَسَمِعَ جَلِيسٌ لِلْمَلِكِ كَانَ قَدْ عَمِيَ، فَأَتَاهُ بِهَدَايَا كَثِيرَةٍ، فَقَالَ: مَا هَاهُنَا لَكَ أَجْمَعُ، إِنْ أَنْتَ شَفَيْتَنِي، فَقَالَ: إِنِّي لَا أَشْفِي أَحَدًا إِنَّمَا يَشْفِي اللهُ، فَإِنْ أَنْتَ آمَنْتَ بِاللهِ دَعَوْتُ اللهَ فَشَفَاكَ، فَآمَنَ بِاللهِ فَشَفَاهُ اللهُ، فَأَتَى الْمَلِكَ فَجَلَسَ إِلَيْهِ كَمَا كَانَ يَجْلِسُ، فَقَالَ لَهُ الْمَلِكُ: مَنْ رَدَّ عَلَيْكَ بَصَرَكَ؟ قَالَ: رَبِّي، قَالَ: وَلَكَ رَبٌّ غَيْرِي؟ قَالَ: رَبِّي وَرَبُّكَ اللهُ، فَأَخَذَهُ فَلَمْ يَزَلْ يُعَذِّبُهُ حَتَّى دَلَّ عَلَى الْغُلَامِ، فَجِيءَ بِالْغُلَامِ، فَقَالَ لَهُ الْمَلِكُ: أَيْ بُنَيَّ قَدْ بَلَغَ مِنْ سِحْرِكَ مَا تُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ، وَتَفْعَلُ وَتَفْعَلُ، فَقَالَ: إِنِّي لَا أَشْفِي أَحَدًا، إِنَّمَا يَشْفِي اللهُ، فَأَخَذَهُ فَلَمْ يَزَلْ يُعَذِّبُهُ حَتَّى دَلَّ عَلَى الرَّاهِبِ، فَجِيءَ بِالرَّاهِبِ، فَقِيلَ لَهُ: ارْجِعْ عَنْ دِينِكَ، فَأَبَى، فَدَعَا بِالْمِئْشَارِ، فَوَضَعَ الْمِئْشَارَ فِي مَفْرِقِ رَأْسِهِ، فَشَقَّهُ حَتَّى وَقَعَ شِقَّاهُ، ثُمَّ جِيءَ بِجَلِيسِ الْمَلِكِ فَقِيلَ لَهُ: ارْجِعْ عَنْ دِينِكَ، فَأَبَى فَوَضَعَ الْمِئْشَارَ فِي مَفْرِقِ رَأْسِهِ، فَشَقَّهُ بِهِ حَتَّى وَقَعَ شِقَّاهُ، ثُمَّ جِيءَ بِالْغُلَامِ فَقِيلَ لَهُ ارْجِعْ عَنْ دِينِكَ، فَأَبَى فَدَفَعَهُ إِلَى نَفَرٍ مِنْ أَصْحَابِهِ، فَقَالَ: اذْهَبُوا بِهِ إِلَى جَبَلِ كَذَا وَكَذَا، فَاصْعَدُوا بِهِ الْجَبَلَ، فَإِذَا بَلَغْتُمْ ذُرْوَتَهُ، فَإِنْ رَجَعَ عَنْ دِينِهِ، وَإِلَّا فَاطْرَحُوهُ، فَذَهَبُوا بِهِ فَصَعِدُوا بِهِ الْجَبَلَ، فَقَالَ: اللهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ، فَرَجَفَ بِهِمِ الْجَبَلُ فَسَقَطُوا، وَجَاءَ يَمْشِي إِلَى الْمَلِكِ، فَقَالَ لَهُ الْمَلِكُ: مَا فَعَلَ أَصْحَابُكَ؟ قَالَ: كَفَانِيهِمُ اللهُ، فَدَفَعَهُ إِلَى نَفَرٍ مِنْ أَصْحَابِهِ، فَقَالَ: اذْهَبُوا بِهِ فَاحْمِلُوهُ فِي قُرْقُورٍ، فَتَوَسَّطُوا بِهِ الْبَحْرَ، فَإِنْ رَجَعَ عَنْ دِينِهِ وَإِلَّا فَاقْذِفُوهُ، فَذَهَبُوا بِهِ، فَقَالَ: اللهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ، فَانْكَفَأَتْ بِهِمِ السَّفِينَةُ فَغَرِقُوا، وَجَاءَ يَمْشِي إِلَى الْمَلِكِ، فَقَالَ لَهُ الْمَلِكُ: مَا فَعَلَ أَصْحَابُكَ؟ قَالَ: كَفَانِيهِمُ اللهُ، فَقَالَ لِلْمَلِكِ: إِنَّكَ لَسْتَ بِقَاتِلِي حَتَّى تَفْعَلَ مَا آمُرُكَ بِهِ، قَالَ: وَمَا هُوَ؟ قَالَ: تَجْمَعُ النَّاسَ فِي صَعِيدٍ وَاحِدٍ، وَتَصْلُبُنِي عَلَى جِذْعٍ، ثُمَّ خُذْ سَهْمًا مِنْ كِنَانَتِي، ثُمَّ ضَعِ السَّهْمَ فِي كَبِدِ الْقَوْسِ، ثُمَّ قُلْ: بِاسْمِ اللهِ رَبِّ الْغُلَامِ، ثُمَّ ارْمِنِي، فَإِنَّكَ إِذَا فَعَلْتَ ذَلِكَ قَتَلْتَنِي، فَجَمَعَ النَّاسَ فِي صَعِيدٍ وَاحِدٍ، وَصَلَبَهُ عَلَى جِذْعٍ، ثُمَّ أَخَذَ سَهْمًا مِنْ كِنَانَتِهِ، ثُمَّ وَضَعَ السَّهْمَ فِي كَبْدِ الْقَوْسِ، ثُمَّ قَالَ: بِاسْمِ اللهِ، رَبِّ الْغُلَامِ، ثُمَّ رَمَاهُ فَوَقَعَ السَّهْمُ فِي صُدْغِهِ، فَوَضَعَ يَدَهُ فِي صُدْغِهِ فِي مَوْضِعِ السَّهْمِ فَمَاتَ، فَقَالَ النَّاسُ: آمَنَّا بِرَبِّ الْغُلَامِ، آمَنَّا بِرَبِّ الْغُلَامِ، آمَنَّا بِرَبِّ الْغُلَامِ، فَأُتِيَ الْمَلِكُ فَقِيلَ لَهُ: أَرَأَيْتَ مَا كُنْتَ تَحْذَرُ؟ قَدْ وَاللهِ نَزَلَ بِكَ حَذَرُكَ، قَدْ آمَنَ النَّاسُ، فَأَمَرَ بِالْأُخْدُودِ فِي أَفْوَاهِ السِّكَكِ، فَخُدَّتْ وَأَضْرَمَ النِّيرَانَ، وَقَالَ: مَنْ لَمْ يَرْجِعْ عَنْ دِينِهِ فَأَحْمُوهُ فِيهَا، أَوْ قِيلَ لَهُ: اقْتَحِمْ، فَفَعَلُوا حَتَّى جَاءَتِ امْرَأَةٌ وَمَعَهَا صَبِيٌّ لَهَا فَتَقَاعَسَتْ أَنْ تَقَعَ فِيهَا، فَقَالَ لَهَا الْغُلَامُ: يَا أُمَّهْ اصْبِرِي فَإِنَّكِ عَلَى الْحَقِّ".
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 3005]
المزيــد ...
સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
"પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો તો જાદુગરને બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, એટલા માટે તમે મારી પાસે એક છોકરો મોકલો, જેને હું જાદુ શીખવાડી શકું,રાજાએ એક છોકરાને તેની પાસે જાદુ શીખવા માટે મોકલ્યો, જ્યારે બાળક તેની પાસે આવતો, તો રસ્તા વચ્ચે એક રાહીબ (આલીમ) હતો, છોકરો તે રાહીબ પાસે બેઠો અને તેની વાતો સાંભળવા લાગ્યો, બાળકને તે રાહીબની વાત ખૂબ પસંદ આવી, જ્યારે પણ બાળક જાદુગર પાસે આવતો તો રસ્તામાં રાહીબ પાસે બેસીને તેની વાતો સાંભળીને આવતો, વિલંબથી આવવાના કારણે જાદુગર તે બાળકને ખૂબ મારતો, તેણે તે જાદુગરની ફરિયાદ રાહીબને કરી, રાહીબે કહ્યું: જો તને જાદુગરનો ભય હોય, તો તું કહી દે કે મને મારા ઘરવાળાઓએ રોકી રાખ્યો હતો અને જો ઘરવાળાઓનો ભય હોય, તો તું કહી દે કે મને જાદુગરે રોકી રાખ્યો હતો, એકવાર એક જંગલી જાનવરે લોકોનો માર્ગ રોકી રાખ્યો હતો, જ્યારે છોકરો ત્યાંથી પસાર થયો, તો તેણે કહ્યું: આજે હું જાણવા માગું છું કે રાહીબ સાચો છે કે જાદુગર? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે પાલનહાર! જો તારી પાસે આ રાહીબનો માર્ગ જાદુગરના માર્ગ કરતા શ્રેષ્ઠ હોય, તો તું આ પથ્થર વડે જાનવરને કતલ કરી દે, જેથી લોકો અવરજવર કરી શકે, પછી છોકરાએ તે પથ્થર જાનવરને માર્યો, તો જાનવર મરી ગયું, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ, છોકરો રાહીબ પાસે આવ્યો અને સંપૂર્ણ સ્થિતિ જણાવી, રાહીબે તેને કહ્યું: બેટા તું (ગુણવત્તા) માં મારા કરતાં પણ આગળ વધી ગયો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો મારું નામ ન આપજે, તે છોકરો જન્મજાત આંધળા તેમજ કોઢી (રક્તપિત્ત) વ્યક્તિને સાજો કરી દેતો, જો કે દરેક બીમાર વ્યક્તિને અલ્લાહની મદદથી સાજા કરતો, બાદશાહનો એક દરબારી બીમાર થઈ ગયો, તેણે છોકરા વિશે સાંભળ્યું હતું, તે ઘણી ભેટો લઈ બાળક પાસે આવ્યો અને કહ્યું: જો તે મને સાજો કરી દીધો, તો આ બધી ભેટ તારા માટે, બાળકે કહ્યું: હું તો કોઈને શિફા નથી આપતો, શિફા તો અલ્લાહ તઆલા આપે છે, જો તમે અલ્લાહ પર ઇમાન લઈ આવશો, તો હું અલ્લાહથી દુઆ કરીશ કે તે તમને શિફા આપે, પછી તે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઈ આવ્યો, તો અલ્લાહએ તેને શિફા આપી, તે વ્યક્તિ બાદશાહ પાસે આવ્યો અને બેસી ગયો, જે પ્રમાણે તે પહેલાં બેસતો હતો, બાદશાહે કહ્યું: તારી દ્રષ્ટિ કોણ પાછી લાવ્યું? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા સિવાય બીજો કોણ તારો પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ છે, બાદશાહ તેને પકડી લીધો અને સજા આપવા લાગ્યો, છેવટે તે દરબારીએ બાદશાહને તે છોકરાનું નામ જણાવી દીધું, તેથી છોકરાને રાજા પાસે લાવવામાં આવ્યો, રાજાએ તેને કહ્યું: હે બાળક! તારો જાદુ એટલી હદ સુધી પહોંચી ગયો છે કે તું જન્મજાત અંધ, રક્તપિત્ત અને અન્ય રોગીઓને સજા કરી દે છે? તે બાળકે કહ્યું: ખરેખર હું કોઈને સાજો કરતો નથી, ફક્ત અલ્લાહ જ રોગો મટાડે છે, તેથી રાજાએ તે બાળકને પકડી લીધો અને એટલો ત્રાંસ આપ્યો, અહીં સુધી કે બાળકે તે રાહીબનું નામ જણાવી દીધું, તો રાહીબને બોલાવવામાં આવ્યો અને તેને કહ્યું: પોતાના ધર્મથી ફરી જા, તેણે દીનથી ફરી જવાથી ઇન્કારી કરી દીધો, તો રાજાએ કરવત લાવવાનો આદેશ આપ્યો, અને તે કરવતને તેના માથાના વચ્ચેના ભાગે મૂકી તેના બે ટુકડા કરી દેવામાં આવ્યા, ફરી રાજાના દરબારીને બોલાવવામાં આવ્યો, અને તેને કહેવામાં આવ્યું: તારા ધર્મથી ફરી જા, તેણે પણ ના પાડી, તેથી રાજાએ તેના માથાના વચ્ચેના ભાગમાં પણ કરવત મૂકી બે ટુકડા કરી નાખ્યા, ફરી તે બાળકને લાવવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: તું તારા ધર્મથી ફરી જ, તેણે પણ ના પાડી, તેથી રાજાએ તે છોકરાને પોતાના કેટલાક સાથીઓને સોંપી કહ્યું: તેને પર્વત પર લઇ જાઓ, અને પર્વતની ટોચ પર ચઢો, જયારે તમે પર્વતની ટોચ પર પહોંચી જાઓ, તો જો તે પોતાના ધર્મથી ફરી જાય તો છોડી દે જો, અને જો ધર્મનો ત્યાગ ન કરે, તો તેને નીચે ફેંકી દે જો, તેઓ તેને લઇ ગયા અને પર્વત પર ચઢ્યા, તો બાળકે કહ્યું: હે અલ્લાહ તું મને તેનાથી બચાવી લે, તેથી પર્વત ધ્રુજી ગયો અને લોકો પડી ગયા, અને તે બાળક ચાલતો રાજા પાસે પાછો આવ્યો, તો રાજા એ કહ્યું: તાર સાથીઓ સાથે શું થયું? તો બાળકે કહ્યું: અલ્લાહએ મને તે લોકોથી બચાવી લીધો, તો રાજાએ પોતાના બીજા સાથીઓને તે બાળકને સોંપ્યો અને કહ્યું: આ બાળકને એક દરિયામાં લઇ જાઓ અને દરિયા વચ્ચે જો તે પોતના ધર્મનો ત્યાગ કરી દે, તો સારું, અન્યથા તેને ફેંકી દે જો, તેઓ તેને લઈને ગયા, તે બાળકે કહ્યું: હે અલ્લાહ! જે રીતે તું ઈચ્છે મને તેનાથી બચાવી લે, ફરી તે હોડી રાજાના સાથીઓ સાથે ઉંધી થઇ ગઈ અને તે દરેક લોકો ડૂબી ગયા અને છોકરો ચાલતા રાજા પાસે પાછો આવ્યો, તો રાજાએ કહ્યું: તારા સાથીઓનું શું થયું? તો બાળકે કહ્યું: અલ્લાહએ મને તે લોકોથી બચાવી લીધો, પછી બાળકે બાદશાહને કહ્યું: તું મને ત્યાં સુધી નહીં મારી શકે, જ્યાં સુધી હું તને જે તરીકો બતાવું તેના પર તું અમલ ન કરે, બાદશાહે કહ્યું: તે તરીકો કયો છે? બાળકે કહ્યું: દરેક લોકોને એક મેદાનમાં ભેગા કરો, અને મને એક વૃક્ષ પર વધસ્તંભે ચઢાવો, પછી મારા ભાથા માંથી એક બાણ લો, તે તીરને કમાનની વચ્ચે મુકો, અને કહો: તે અલ્લાહના નામથી જે આ બાળકનો પાલનહાર છે, પછી મને તીર મારો, જો તમે આમ કરશો, તો મને કતલ કરી શકશો, પછી બાદશાહે લોકોને એક મેદાનમાં ભેગા કર્યા, અને તે બાળકને ફાંસી પર લટકાવી દીધો, પછી તેના ભાથા માંથી એક તીર લીધું અને કમાનની વચ્ચે મૂક્યું, અને કહ્યું: તે અલ્લાહના નામથી જે આ બાળકનો પાલનહાર છે, પછી તે તીર તે બાળકને માર્યું, તો તે તીર તે બાળકના કપાળ અને કાનની વચ્ચે વાગ્યું, તે બાળકે પોતાનો હાથ તીર વાગવાની જગ્યા પર મુક્યો અને તે મરી ગયો, તો દરેક લોકોએ કહ્યું: અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા, અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા અમે આ બાળકના પાલનહાર પર ઇમાન લઈ આવ્યા, બાદશાહે જોયું, તેને કહેવામાં આવ્યું કે જેનો ભય હતો તે જ થયું, અર્થાત્ લોકો ઇમાન લઈ આવ્યા, બાદશાહે ગલીના કિનારે ખાડો કરવાનો આદેશ આપ્યો, ખાડો ખોદવામાં આવ્યો, તો તેમાં આગ સળગાવવામાં આવી, અને બાદશાહે આદેશ આપ્યો કે જે વ્યક્તિ આ બાળકના દીનથી ન ફરે તેને તે ખાડામા નાખી દો, અથવા તેને જ કહેવામાં આવે કે આ ખાડામાં કૂદકો મારી દે, લોકોએ આમ જ કર્યું, અહીં સુધી કે એક સ્ત્રી આવી જેની સાથે તેનું બાળક પણ હતું, તે સ્ત્રી આગમાં કૂદકો મારવાથી પાછળ હટી, તો બાળકે કહ્યું: હે માતા! સબર કર, કારણકે તું સત્ય માર્ગ પર છે".
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 3005]
આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પહેલાની કોમમા એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો, તો તેણે બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, મારી પાસે એક યુવાન છોકરાને મોકલો, જેથી હું તેને જાદુ શીખવાડી દઉં. જાદુ શીખવા માટે બાદશાહે તેની પાસે એક યુવાનને મોકલ્યો, તે યુવાન છોકરો જ્યારે જાદુ શીખવા આવતો, તો તેના રસ્તામાં એક રાહીબ (આલીમ) હતો, એકવાર તે રાહીબ પાસે બેઠો અને તેણે રાહીબની વાતો સાંભળી, તેને ઘણો આશ્ચર્ય થયો, જ્યારે પણ તે જાદુ શીખવા આવતો તે એકવાર રાહીબ સાથે બેસતો અને તેની વાતો સાંભળતો, જાદુગર મોડું થવાના કારણે તેને ખૂબ મારતો, તેણે રાહીબને ફરિયાદ કરી દીધી, રાહીબે કહ્યું: જો તને જાદુગરથી ડર લાગે તો તું કહી દેજે કે મને મારા ઘરવાળાએ રોકી રાખ્યો હતો અને જ્યારે તું ઘરવાળાઓ પાસે મોડેથી પહોંચો અને ડર લાગતો હોય તો કહી દેજે જાદુગરે મને રોકી રાખ્યો હતો, આ વચ્ચે એકવાર જંગલી જાનવરે લોકોનો રસ્તો રોકી રાખ્યો હતો, તેણે કહ્યું કે આજે મને ખબર પડી જશે કે જાદુગર શ્રેષ્ઠ છે કે રાહીબ? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે અલ્લાહ! જો તારી સમક્ષ રાહીબની વાતો જાદુગરની વાતો કરતા સાચી હોય તો તું આ જાનવરને મારી નાખ, જેથી લોકો અવરજવર કરી શકે, આ કહી તેણે પથ્થર માર્યો તો જાનવર મરી ગઈ અને લોકોની અવરજવર પણ ચાલુ થઈ ગઈ, તે રાહીબ પાસે આવ્યો અને તેણે સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, રાહીબે તેને કહ્યું: હે દીકરા! તું મારા કરતાં વધુ ગુણવત્તા ધરાવે છે, હું જોઈ રહ્યો છું કે તું આગળ વધી રહ્યો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો તું મારું નામ ન લેજે, અને તે છોકરો જન્મથી આંધળા અને કોઢી બીમારને સારું કરી દેતો, તેમજ અલ્લાહના આદેશથી તેની પાસે દરેક બીમારીની સારવાર થઈ જતી, એક વ્યક્તિ જે બાદશાહના નિકટ લોકો માંથી હતો, તે આંધળો હતો, તે ઘણી ભેટો લઈ છોકરા પાસે આવ્યો અને કહ્યું: જો તું મને સાજો કરી દેશે તો આ દરેક ભેટો તારી. છોકરાએ કહ્યું: હું કોઈને શિફા નથી આપતો, શિફા તો ફક્ત અલ્લાહ જ આપે છે, જો તું તેના પર ઇમાન લાવીશ તો હું દુઆ કરીશ, અલ્લાહ જરૂર તને શિફા આપશે, તે ઇમાન લઈ આવ્યો અને અલ્લાહએ તેને શિફા આપી, તે બાદશાહ પાસે આવ્યો અને તેના દરબારમા હાજરી આપવાનું શરૂ કર્યું, બાદશાહે તેને કહ્યું: તારી દ્રષ્ટિ કોણે પાછી લાવી આપી? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા વગર બીજો કોણ પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ જ છે. તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી અહીં સુધી કે તેણે તે બાળકનું નામ આપી દીધું, છોકરાને બોલાવવામાં આવ્યો, તેને બાદશાહે કહ્યું: હે દીકરા તારી પાસે એવું કેવું જાદુ આવી ગયું છે કે તું જન્મથી આંધળા અને કોઢી બીમાર વ્યક્તિને સાજો કરી દે છે, અને આમ આમ કરે છે. છોકરાએ કહ્યું: હું ક્યારેય કોઈને સાજો નથી કરી શકતો, શિફા તો બસ અલ્લાહ જ આપે છે, તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી, છેવટે તેણે તે રાહીબનું નામ આપી દીધું. રાહીબને બોલાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે ઇન્કાર કર્યો, તો રાજાએ એક કરવત લાવવાનો આદેશ આપ્યો અને તેના માથાના મધ્ય ભાગમાં મૂકી બે ટૂકડા કરી દેવામાં આવ્યા. પછી રાજાના દરબારીને બોલવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: પોતાના દીનથી ફરી જાઓ, તો તેણેઇન્કાર કરી દીધો, તેને પણ માથાની વચ્ચે કરવત મૂકી બે ટુકડા કરી દેવામાં આવ્યા. પછી છોકરાને લાવવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે પણ ઇન્કાર કર્યો, બાદશાહે પોતાના ત્રણ થી દસ સાથીઓ મોકલ્યા. અને કહ્યું: તેને ફલાણા પર્વત પર લઈ જાઓ, પર્વતની ઊંચી ટોચ પર લઈ જઈ, તેને પોતાના દીનથી ફરી જવાનું કહેજો, જો તે ફરી જાય, તો છોડી દેજો અને જો તે ન ફરે, તો તેને નીચે ફેંકી દેજો, તે લોકો પર્વતની ટોચ પર ચઢ્યા, છોકરાએ કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, પર્વત પર ધરતીકંપ આવ્યો અને સખત હલવા કરવા લાગ્યો, બાદશાહે મોકલેલા લોકો જ નીચે પડી ગયા, અને તે બાળક ચાલતા બાદશાહ પાસે પાછો આવ્યો. બાદશાહે કહ્યું: તારી સાથે મારા સાથી હતા, તેઓ ક્યાં ગયા? કહ્યું: અલ્લાહ માણે તેમનાથી બચાવી લીધો. જેથી રાજાએ તે છોકરાને પોતાના બીજા માણસોના એજ જૂથને સોંપ્યો અને કહ્યું: તેને લઇ જાઓ, તેને એક નાનકડી હોડીમાં બેસાડી દરિયાની વચ્ચે લઈ જાઓ, જો તે પોતાના દીનથી ફરી જાય, તો તેને છોડી દેજો અને જો તે ન ફરે, તો દરિયા વચ્ચે ડૂબાડી દેજો. તે લોકો બાળાને લઇ ગયા, બાળકે કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, હોડી બેકાબુ થવા લાગી અને તે સૌ ડૂબી ગયા, અને બાળક બાદશાહ પાસે ચાલતો પાછો આવી ગયો. બાદશાહે કહ્યું: મારા સાથીઓ ક્યાં છે? બાળકે કહ્યું: અલ્લાહએ માણે તેમનાથી બચાવી લીધો, બાળકે બાદશાહને કહ્યું: તું મને આ રીતે કતલ નહીં કરી શકે, જો તું મને કતલ કરવા ઇચ્છતો હોય, તો હું જે પ્રમાણે કહું તેમ કર. બાદશાહે કહ્યું: કંઈ રીતે? બાળકે કહ્યું: એક ખુલ્લા મેદાનમાં લોકોને ભેગા કર, મને એક ઝાડની ડાળી પર લટકાવી દે, મારા ભાથા માંથી એક તીર (બાણ) કાઢી, તીરને કમાનમાં લગાવી કહો: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), જો તું આમ કરીશ તો જ મને મારી શકીશ, એટલા માટે તેણે લોકોને એક જગ્યાએ ભેગા કર્યા, તેને ઝાડ પર લટકાવી દીધો, તેના ભાથા માંથી એક તીર કાઢી, પછી તેને કમાનની વચ્ચે નિશાન લગાવ્યું, અને કહ્યું: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), પછી તીર માર્યું, તે તીર તેના કાન અને આંખની વચ્ચેના ભાગમાં વાગ્યું, તેણે તીરને તે જગ્યા પર હાથ મુક્યો, અને તેનું મૃત્યુ થઈ ગયું. લોકોએ કહ્યું: અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, બાદશાહ આયો અને તેણે કહ્યું: શું તમે જુઓ છો, તો પણ ડરતા નથી? અલ્લાહની કસમ તારી સાથે પણ તે જ થયું જેનો ભય હતો કે લોકો તે છોકરાને પાલનહાર પર ઇમાન લઈ આવશે, જેથી રાજાએ ગલીના કિનારે મોટા મોટા ખાડા ખોદાવ્યા, તેમાં આગ લગાવી અને આદેશ આપ્યો: જે કોઈ પોતાના દીનથી પાછો ન ફરે, તેને નાખી દો, બાદશાહના આદેશ પ્રમાણે એવું જ કરવામાં આવ્યું, એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈને આવી, થોડીક વાર સ્ત્રી ત્યાં ઉભી રહી અને આગથી ડરવા લાગી, તો તેના બાળકે તેને કહ્યું: હે માતા! સબર કર; કારણકે તું સત્ય માર્ગ પર છે.