કેટેગરીઓ:
+ -

عَنْ أَبِي هُرَيْرَةَ عَبْدِ الرَّحْمَنِ بْنِ صَخْرٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّم يَقُولُ:
«مَا نَهَيْتُكُمْ عَنْهُ فَاجْتَنِبُوهُ، وَمَا أَمَرْتُكُمْ بِهِ فَافْعَلُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ، فَإِنَّمَا أَهْلَكَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ كَثْرَةُ مَسَائِلِهِمْ، وَاخْتِلَافُهُمْ عَلَى أَنْبِيَائِهِمْ».

[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 9]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અબ્દુર્ રહમાન બિન્ સખ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો, એટલા માટે કે તમારા કરતા પહેલાના લોકોને વધુ પડતા વ્યર્થ સવાલ અને પોતાના નબીઓ સાથે વિવાદ કરવાના કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા».

-

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે જ્યારે હું કોઈ વસ્તુથી તમને રોકુ, તો જરૂરી છે કે કંઈ પણ શંકા કર્યા વગર તેનાથી બચો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કોઈ અમલ કરવાનો આદેશ આપ્યો હોય તેને શક્ય હોય એટલે અંશ સુધી કરવાનો પ્રયત્ન કરવો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે આપણે પાછળ પસાર થયેલી કોમો જેવા કાર્યો ન કરીએ, જેમણે પોતાના પયગંબરોને ઘણા સવાલો કર્યા અને તેમની સાથે વિવાદ કર્યા, જેના કારણે અલ્લાહ તઆલાએ તેમને અલગ અલગ પ્રકારના અઝાબમાં નાખી તેમને નષ્ટ કરી દીધા, એટલા માટે આપણે તેમના જેવું ન થવું જોઈએ, જેથી આપણે નષ્ટ ન થઈ જઈએ.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ આદેશો પર અમલ કરવા અને જે કાર્યો પર રોક લગાવી છે, તેનાથી રુકી જવા માટે એક કાયદા અને સિદ્ધાંતનું સ્થાન ધરાવે છે.
  2. જે કાર્યો પર રોક લગાવવામાં આવી છે, તેને સહેજ પણ કરવાની પરવાનગી નથી આપી, પરંતુ આદેશોને કરવા માટે શક્તિ અને તાકાતનું વર્ણન કરવામાં આવ્યું; કારણકે વ્યક્તિ માટે છોડવું શક્ય છે, પરંતુ અમલ કરવા માટે ક્ષમતાની જરૂર હોય છે.
  3. કોઈ વસ્તુ પર રોક લગાવવામાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થાય છે; કારણકે તેનાથી સંપૂર્ણ રીતે ત્યારે જ બચી શકાય છે, જ્યારે તેના થોડાક તેમજ વધુ ભાગથી પણ બચવામાં આવે, ઉદાહરણ તરીકે વ્યાજ હરામ કરવામાં આવ્યું, તો તેમાં તેની થોડીક અને વધુ બન્ને માત્રનો સમાવેશ થશે.
  4. હરામ કામ સુધી પહોંચાડતા કાર્યોથી પણ બચવું જોઈએ; કારણકે બચવાના અર્થમાં આ વાતનો પણ સમાવેશ થાય છે.
  5. કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ આવી ગયા પછી એમ કહે કે આ વાત કરવી જોઈએ અથવા કે મુસ્તહબ દરજ્જાની છે, પરંતુ તેના પર અમલ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણકે આપે કહ્યું: «તમારી શક્તિ પ્રમાણે અમલ કરો».
  6. વધુ સવાલ કરવા નષ્ટતાનું કારણ છે, ખાસ કરીને એવી વાતો વિશે જેનું જાણવું શક્ય ન હોય, જેવું કે ગેબની વાતો અને તેના મસઅલા તેમજ કયામતના દિવસની પરિસ્થિતિ વગેરે, તેના વિશે વધુ સવાલ ન કરો, નષ્ટ થઈ જશો અને તમને અતિરેક કરનારા લોકો માંથી ગણવામાં આવશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ