عَنْ أَبِي رُقَيَّةَ تَمِيمِ بْنِ أَوْسٍ الدَّارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الدِّينُ النَّصِيحَةُ» قُلْنَا: لِمَنْ؟ قَالَ: «لِلهِ وَلِكِتَابِهِ وَلِرَسُولِهِ وَلِأَئِمَّةِ الْمُسْلِمِينَ وَعَامَّتِهِمْ».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 7]
المزيــد ...
અબૂ રુકૈય્યા તમીમ બિન ઔસ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 7]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઇસ્લામ ધર્મ નિખાલસતા અને સત્યતા પર આધારિત છે, જેથી દરેક કામ તે પ્રમાણે જ કરવું જોઈએ, જેવી રીતે અલ્લાહ તઆલાએ આદેશ આપ્યો છે, કોઈ પણ આળસ અથવા ધોખો આપ્યા વગર. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું: કોના માટે દીન નસીહત (શુભચિંતન) નું માધ્યમ છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: પહેલું: પવિત્ર અલ્લાહ તઆલા માટે: તેનો અર્થ એ કે અમલ નિખાલસતા સાથે કરવામાં આવે, શિર્કથી બચીને, અને એ કે આપણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ન બનાવીએ અને તેના પાલનહાર હોવા અને ઇલાહ હોવા પર તેમજ તેના નામો અને ગુણો પર ઈમાન રાખવામાં આવે, તેના આદેશોનું સન્માન કરવામાં આવે અને લોકોને ઈમાન તરફ બોલાવવામાં આવે. બીજું: તેની કિતાબ પવિત્ર કુરઆન, જે નસીહતનું માધ્યમ છે: જેનો અર્થ એ કે આપણો અકીદો છે કે તે અલ્લાહનું કલામ (વાણી) તથા તેની ઉતારેલી અંતિમ કિતાબ છે, અને તેના દ્વારા પાછળની દરેક શરીઅત મન્સુખ (રદ) કરવામાં આવી છે, આપણે તેની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, અને તેની તિલાવત કરવાના અધિકાર સાથે તિલાવત કરીએ છીએ, અને તેના મોહકમ (સ્પસ્ટ અર્થ વાળા) આદેશો પ્રમાણે અમલ કરીએ છીએ, અને મુતશાબિહ (અસ્પસ્ટ અર્થ વાળી) આયતોનો પણ સ્વીકાર કરીએ છીએ, અને આપણે તેમાં ખોટા અર્થઘટન કરનારાઓથી તેની સુરક્ષા કરીએ છીએ, તેની શિખામણ પર સંપૂર્ણ ભરોસો કરીએ છીએ, તેના જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ, અને લોકોને તેની તરફ બોલાવીએ છીએ. ત્રીજું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે શુભચિંતન હોવું: અર્થાત્ આપણે અકીદો રાખીએ છીએ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંતિમ પયગંબર છે, જે કંઈ આપ લઈને આવ્યા છે, તેની પુષ્ટિ કરીએ છીએ, આપના આદેશોનો સ્વીકાર કરીએ છીએ, આપે રોકેલા કાર્યોથી બચીએ છીએ, જે કઈ તે લઈને આવ્યા છે, ફક્ત અલ્લાહ માટે અમે ઈબાદત કરીએ છીએ, તેમના અધિકારનું સન્માન કરીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ, અમે તેના આદેશોનો પ્રચાર કરીએ છીએ, તેમની શરીઅતને ફેલાવીએ છીએ, અને તેમના પર મુકવામાં આવતા આરોપનો સખત વિરોધ કરીએ છીએ. ચોથું: મુસલમાનોના આગેવાનો તથા આલિમોનું શુભચિંતન હોવું: તેમની સત્ય વાતો પર મદદ કરવી, તેમના વિરુદ્ધ વિદ્રોહ કરવાથી બચવું, અને અલ્લાહના અનુસરણ પ્રમાણે તેમની વાતો સાંભળવામાં આવે અને તેમનું અનુસરણ કરવામાં આવે. પાંચમું: મુસલમાનો માટે નસીહત: તેમના પર ઉપકાર કરવો, તેમને સત્કાર્યો તરફ બોલાવવામાં આવે, તેમને તકલીફ આપવાથી બચવું જોઈએ, તેમનું સારું થાય તે બાબતે મોહબ્બત કરવી, અને નેકી અને તકવા પર તેમની મદદ કરવી.