عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قال: قال رَسُولُ الله صلى الله عليه وسلم:
«إِنَّ اللهَ يَغَارُ، وَإِنَّ الْمُؤْمِنَ يَغَارُ، وَغَيْرَةُ اللهِ أَنْ يَأْتِيَ الْمُؤْمِنُ مَا حَرَّمَ عَلَيْهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2761]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2761]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાને ગેરત આવે છે, અલ્લાહ નાપસંદ કરે છે અને ગુસ્સે થાય છે, જેવું કે મોમિન બંદાને ગેરત આવે છે, તે ગુસ્સે થાય છે અને તે નાપસંદ કરે છે, અને અલ્લાહને ગેરત આવવાનું કારણ એ કે બંદો અલ્લાહએ હરામ કરેલ કાર્યો કરે, જેવું કે વ્યભિચાર, લિવાતત (સમલૈંગિકતા), ચોરી, શરાબ , જેવા અન્ય ખરાબ કાર્યો કરે.