عَنْ عَبْدِ اللَّهِ بِن مَسْعُودٍ رضي الله عنه قَالَ:
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ العَمَلِ أَحَبُّ إِلَى اللَّهِ؟ قَالَ: «الصَّلاَةُ عَلَى وَقْتِهَا»، قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: «ثُمَّ بِرُّ الوَالِدَيْنِ» قَالَ: ثُمَّ أَيٌّ؟ قَالَ: «الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ» قَالَ: حَدَّثَنِي بِهِنَّ، وَلَوِ اسْتَزَدْتُهُ لَزَادَنِي.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 527]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 527]
નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: ફરજ નમાઝોને તેના સમયે પઢવી, જે શરિઅતે નક્કી કર્યો છે, ફરી માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો, તે બંને સાથે સદ્ વર્તન કરીને, તેમના અધિકારો પૂરા પાડીને, અને તેમના અવજ્ઞા કરવાથી બચીને. ફરી અલ્લાહના માર્ગમાં જિહાદ કરવુ, જે સર્વશક્તિમાન અલ્લાહના કલિમાને બુલંદ કરવા, દીન અને દીનદાર લોકો અને તેની નિશાનીઓની સુરક્ષામાં પોતાના માલ અને જાન વડે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું તેમને કહતો: ત્યારબાદ? તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.