+ -

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ عَادَ مَرِيضًا، لَمْ يَحْضُرْ أَجَلُهُ فَقَالَ عِنْدَهُ سَبْعَ مِرَارٍ: أَسْأَلُ اللَّهَ الْعَظِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَشْفِيَكَ، إِلَّا عَافَاهُ اللَّهُ مِنْ ذَلِكَ الْمَرَضِ».

[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 3106]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3106]

સમજુતી

આ હદીષમાં ﷺએ જણાવ્યું કે એક મુસલમાન જ્યારે બીજા બીમાર મુસલમાન ભાઈની ખબરગીરી કરવા માટે જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય અને તે બીમાર પાસે આ દુઆ પઢે: (અસ્ અલુલ્લાહલ્ અઝીમ) તેની જાત, ગુણો અને કાર્યોમાં, (રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક) આ દુઆને સાત વખત પઢે તો અલ્લાહ તેને શીફા આપશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ દુઆ વડે બીમાર વ્યક્તિ માટે દુઆ કરવી મુસ્તહબ છે, અને તેને સાત વખત પઢવામાં આવે.
  2. જેના માટે આ દુઆ કરવામાં આવી રહી છે, અલ્લાહની મરજીથી તેને શીફા પ્રાપ્ત થશે, પરંતુ શરત એ છે કે આ દુઆ સાચા દિલથી પઢવામાં આવે.
  3. આ દુઆને મોટા અવાજે અથવા ધીમા અવાજે પઢવી, બંને રીતે જાઈઝ છે, પરંતુ જો બીમાર આ દુઆ સાંભળે, તો તે શ્રેષ્ઠ છે, કારણકે તેને તેનાથી ખુશી થશે.