+ -

عَنِ أبي زُهير عُمَارَةَ بْنِ رُؤَيْبَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم:
«لَنْ يَلِجَ النَّارَ أَحَدٌ صَلَّى قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا»

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 634]
المزيــد ...

અબૂ ઝુહૈર ઉમારહ બિન રુવયબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 634]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ પર જહન્નમની આગ હરામ છે, જે વ્યક્તિ ફજર અને અસરની નમાઝની પાબંદી કરતો હશે, તે બન્ને નમાઝ હમેંશા પઢતો હશે, ખાસ કરીને આ બન્ને નમાઝોનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે આ બન્ને નમાઝનો સમય ભારે સમય છે, ફજરનો સમય મીઠી ઊંઘનો સમય હોય છે, તેમજ અસરનો સમય દિવસ દરમિયાન કામકાજ અને વેપારધંધાનો સમય હોય છે, એટલા માટે જે વ્યક્તિ આ કષ્ટ હોવા છતાંય આ બન્ને નમાઝોની પાબંદી કરશે, તેઓ બાકીની ત્રણેય નમાઝની જરૂર પાબંદી કરતા હશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ફજર અને અસરની નમાઝની મહત્ત્વતા, એટલા માટે તેને પઢવા માટે હમેંશા પાબંદી કરવી જોઈએ.
  2. જે આ નમાઝો પઢે છે તે સામાન્ય રીતે આળસ અને મુનાફિકત (દંભ)થી પાક હોય છે, અને ઈબાદતને સારી રીતે કરતો હોય છે.
વધુ