عَنِ الأَسْوَدِ بنِ يَزِيدَ قَالَ:
سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ -تَعْنِي خِدْمَةَ أَهْلِهِ-، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 676]
المزيــد ...
અસ્વદ બિન્ યઝીદ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં શું કરતા હતા? આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 676]
આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ સવાલ કરવામાં આવ્યો કે આપની સ્થિતિ ઘરમાં શું હતી? આપ કંઈ રીતે રહેતા હતા? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા, તે દરેક કામ કરતા, જે લોકો પોતાના ઘરમાં કરતા હોય છે, તેઓ ઘરના લોકોની સેવા કરવામાં વ્યસ્ત રહેતા, બકરીનું દૂધ દોહતા, કપડાં સીવતા, ચપ્પલ સીવતા અને ડોલ બરાબર કરતા, જ્યારે નમાઝનો સમય થઈ જતો, તો નમાઝ માટે જતા.