+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صلَّى الله عليه وسلم قال:
«ما مِنْ أحَدٍ يُسلِّمُ علي إلا ردَّ اللهُ عليَّ رُوحي حتى أردَّ عليه السَّلامَ».

[إسناده حسن] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 2041]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં».

[આ હદીષની સનદ હસન દરજજાની છે] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 2041]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા તેમની રુહને લોટાવી દે છે, જેથી કરીને જે વ્યક્તિએ પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ મોકલ્યું હોય, તેમના સલામનો જવાબ આપી શકે, ભલે તે વ્યક્તિ નજીક હોય કે દૂર, બરઝખી જીવન અને કબરની સ્થિતિ તે ગૈબની બાબતો માંથી છે, તેની સત્યતા અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વધુમાં વધુ સલામ પઢતા રહેવું જોઈએ.
  2. કબરમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કબરમાં ઉત્તમ જીવન છે, જે માનવી બરઝખમાં પસાર કરે છે, તેની સત્યતા અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી.
  3. આ હદીષમાં એમના માટે કોઈ એવી દલીલ નથી, જેઓ કહે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવું જીવન પસાર કરી રહ્યા છે, જેમ આપણે પસાર કરી રહ્યા છે, શિર્ક કરનાર લોકો માટે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ઇસ્તિગાષહ (મદદ તલબ) માટે કોઈ દલીલ નથી, અને એ તો બરઝખી જીવન છે.