عَنْ عَبْدِ اللَّهِ بنِ مسعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
ذُكِرَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ نَامَ لَيْلَهُ حَتَّى أَصْبَحَ، قَالَ: «ذَاكَ رَجُلٌ بَالَ الشَّيْطَانُ فِي أُذُنَيْهِ، أَوْ قَالَ: فِي أُذُنِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3270]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3270]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે રાત્રે સૂઈ ગયો અહી સુધી સૂરજ ઊગતા સુધી સૂતો રહ્યો અને ફજરની ફરજ નમાઝ માટે પણ ન ઉઠ્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ તે વ્યક્તિ છે, જેના કાનમાં શૈતાને પેશાબ કરી છે.